તળાજાના વૈદ્યએ GPSCની પરીક્ષામાં મેળવ્યુ પાંચમુ સ્થાન

ખેડુત પુત્રની અનેરી સિદ્ધી ભાવનગર, 12
તળાજાના જુની છાપરી ગામના ખેડુત પુત્ર અને કે જેમણે પ્રાથમીક શિક્ષણ ગામમાં અને હાઈસ્કુલનું શિક્ષણ નજીક ડળીયા સરકારી હાઈસ્કુલમાં મેળવેલ તેવા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા ગર્વમેન્ટ આયુર્વેદ મેડીકલ ઓફીસર કલાસ-2 કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતમાં પાંચમો ક્રમાંક
મેળવ્યો છે.
શૈક્ષણીક રીતે પછાત ગણાતા તળાજા પંથકમાં છેલ્લા એક દોઢ દાયકાથી શિક્ષણની ભૂખ જાગી છે. ખેતી અને ખેત મજુરી પર નિર્ભર રહેતા સામાન્ય પરિવારના અનેક સંતાનોએ છેલ્લા એક દોઢ દાયકામાં મોભાદાર કહી શકાય તેમ અનેક સરકારી નોકરીઓ હાંસલ કરી છે જેમાં વધુ એક છોગુ ઉમેરાયું છે.
આજે સંતાનોને ભણાવવાની લ્હાયમાં તળાજા શહેર અને ગામડાના અનેક પરિવારો ઉચી ફી ભરીને શહેરોમાં રહેણાંક પરિવારો ઉચી ફી ભરીને શહેરોમાં રહેણાંક કરવા જઈ રહ્યા છે તેના માટે મહેન્દ્રસિંહ સરવૈયા ઉદાહરણ ઉ કે તેઓ ધો.1 થી 7 પોતાના ગામ જુની-નવી છાપરીની સરકારી શાળામાં જ ભણ્યા છે. હાઈસ્કુલનું શિક્ષણ ડળીયા ખાતે સરકારી શાળામાં લીધુ છે. પરિવારજનો બહાર લાવી શકે તેમ છે તેમ જણાવી મહેન્દ્રસિંહ ઉમેરે છે કે માતા-પિતાનું પ્રોત્સાહન અને મોટાભાઈ તખતસિંહ સરવૈયા તરફથી મુશ્કેલીમાં પણ પાછી નહીં પડવાની પ્રેરણાએ આજે તેમને આ સિદ્ધિ મેળવવામાં સિંહ ફાળો છે.