25મીથી થિયેટરોમાં ‘છૂટી જશે છકકા!’

ક્રિકેટના સટ્ટા પર હાસ્યના ચોગ્ગા-છક્કા ફટકારતી અર્બન ગુજરાતી મૂવી ફિલ્મની સ્ટારકાસ્ટ જાનકી બોડીવાલા, સચીન, ભરત ‘ગુજરાત મિરર’ના આંગણે
રાજકોટ તા.11
25 મીથી થીએટરોમાં રીલીઝ થનારી અર્બન ગુજરાતી ફિલ્મ છૂટી જશે છકકા ની સ્ટાર કાસ્ટ આજરોજ ગુજરાત મિરર કાર્યાલયે પધારી હતી. ક્રિકેટનાં ફેન પર આધારીત આ ફિલ્મ કોમેડીથી ભરપુર છે તથા સટૃા પર ચોગ્ગા-છગ્ગા લગાવવા તૈયાર છે. ફિલ્મની મેઇન સ્ટાર કાસ્ટ જાનકી બોડીવાલા, સચીન અને ભરત ચાવડાએ કહ્યું કે ફિલ્મ રાજકોટવાસીઓને ખાસ ગમશે! ફિલ્મના ડિરેકટર અને હિરો બન્ને રાજકોટના છે.
આઇપીએલની સિઝનમાં તદન નવા અને કોમેડી કોન્સેપ્ટ સાથે ડિરેકટર દુર્ગેશ તન્ના અને પ્રોડયુસર નિશાંત ઠાકરે કોમેડી ગુજરાતી ફિલ્મ છુટી જશે છકકા લઇને આવી રહ્યા છે. 25 મી મેના ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલિઝ થવા માટે સજજ કોમેડી ફિલ્મ છુટી જશે છકકાની વાર્તા ક્રિકેટ મેચના સટૃાની આસપાસ વણાયેલી છે. હંમેશા પોતાની મસ્તીમાં મસ્ત રહેનારા યુવાનો ઝડપથી નાણા કમાવાની લ્હાયમાં ક્રિકેટના સટૃામાં સપડાય છે અને પરિણામે હાસ્યથી લોટપોટ થઇ જવાય તેવી કોમેડી સર્જાય છે.
જાનકી બોડીવાલાએ કહ્યું કે, આ ફિલ્મ દ્વારા અમે ખુબજ હળવા અંદાજ અને કોમેડી દ્વારા અર્થસભર સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે તથા દર્શકો નિરાશ ન થાય અને થિયેટર હોલમાં તેઓ હાસ્યથી લોટપોટ થઇ જાય તે બાબતને લક્ષ્યમાં રાખીને અમે ફિલ્મ બનાવી છે. છુટી જશે છકકા ફિલ્મના ક્રિકેટના સટૃા ઉપર આધારિત છે અને તેમાં વિષય વસ્તુની સાથે-સાથે તમામ પાત્રોને સમાન ન્યાય અપાયો છે અને તેમની પ્રતિભા દર્શાવવા પૂરતી તક આપવામાં આવી છે.
આ ફિલ્મમાં અભિનેત્રી જાનકી એક અલગ અને આકર્ષક અંદાજમાં જોવા મળશે. ફિલ્મનું મોટાભાગનું શુટીંગ અમદાવાદમાં કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા દુર્ગેશ તન્નાએ લખી છે. ફિલ્મનું સંગીત કેદાર-ભાર્ગવે આપ્યું છે, જયારે કે ગીતો ભાર્ગવ પુરોહિત અને નિરેન ભટૃે લખ્યાં છે. ગીતો દિવ્યા કુમાર, ભૂમિ ત્રિવેદી, હર્ષિત ચૌહાણ અને ભાર્ગવ પુરોહિતે ગાયા છે તથા મ્યુઝિકલ લેબલ રેડ રિબન મ્યુજિક છે. ફિલ્મના પ્રમોશનનો રાજકોટથી પ્રારંભ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત રિસ્પોન્સ મેળવ્યા બાદ ફિલ્મનાં સ્ટારકાસ્ટ જાનકી, સચીન અને ભરત દ્વારા આજથી ફિલ્મનું પ્રમોશન શરુ થયું છે. ફિલ્મનાં પ્રમોશનનો પ્રારંભ રાજકોટથી થયો છે. આજે સ્ટારકાસ્ટ રાજકોટમાં આખો દિવસ ફિલ્મ પ્રમોટ કરશે. રાજકોટનું ફૂડ એટલે આ...હા...હા...: જાનકી
છૂટી જશે છક્કા ફિલ્મમાં લીડ કેરેકટર 5લે કરી રહેલી ટેલેન્ટેડ એકટ્રેસ જાનકી બોડીવાલાએ
કહ્યું કે રાજકોટ આવવાનું મોટું બહાનું અહીંનું
ફુડ હોય છે. જયારે રાજકોટ આવીએ ત્યારે
પહેલું કામ ખાવાનું કરીએ છીએ. રાજકોટનાં ગાઠિયા, ગોલા, કાઠિયાવાડી થાળી હંમેશા મીસ કરુ છું અને હા! રાજકોટવાસીઓ ખરેખર રંગીલા, મોજીલા છે. અહીં આવીએ ત્યારે એક જ કલાકમાં આપણે પણ રાજકોટીયન્સ બની જઇએ છીએ. (તસવીર: પ્રવીણ સેદાણી)