અમરેલી જિલ્લાનું ધોરણ-12 સાયન્સનું 75.91 ટકા પરિણામ

ગત વર્ષ કરતા 9 ટકા પરિણામ નીચુ આવતા વિદ્યાર્થીઓ નિરાશ
અમરેલી તા:11
સમગ્ર ગુજરાતમાં માર્ચ-18માં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર થતાં ગતવર્ષ કરતા 9 ટકા જેટલું પરીણામ ઓછું આવતા વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળતી હતી. જયારે પાસ થઇ જનારા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો.
અમરેલી જિલ્લામાં કુલ 4 કેન્દ્રો ઉપર 14 જેટલી બિલ્ડીંગમાં પરીક્ષાઓ યોજાય હતી જેમાં કુલ નોંધાયેલા વિદ્યાર્થીઓ 2711 હતા જે પૈકી 2708 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. તે પૈકી 2070 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 638 જેટલા વિદ્યાર્થીઓ ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં નાપાસ થવા પામેલ છે.
કેન્દ્ર પ્રમાણે પરીણામ જોઇએ તો અમરેલી કેન્દ્રમા: કુલ 1603 પૈકી 1602 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 1216 વિદ્યાર્થીઓ પાસ થવા પામ્યા છે જયારે 387 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે જેથી અમરેલી કેન્દ્રનું સરેરાશ પરીણામ 75.91 ટકા જેટલું થવા જાય છે.
બગસરા કેન્દ્રમાં કુલ નોંધાયેલા 325 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી જેમાં 293 વિદ્યાર્થીઓ પાસ થયા હતા જયારે 32 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા જેથી આ કેન્દ્રનું પરીણામ 90.15 ટકા થયેલ છે. સાવરકુંડલા કેનદ્રમાં 523 નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી 522 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 344 પાસ થયા હતા જયારે 179 નાપાસ થયા હતા. જેથી પરીણામ 65.90 ટકા થવા પામેલ છે.
જયારે ચોથા અને અંતીમ કેન્દ્ર લાઠી કેન્દ્રમાં કુલ 260 પરીક્ષાર્થીઓ પૈકી 259 વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ આપી હતી જેમાં 217 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 43 નાપાસ થતાં આ કેન્દ્રનું 83.78 ટકા પરીણામ આવ્યું છે.
અમરેલી જીલ્લાનું સરેશાર પરીણામ 76.44 ટકા પરીણામ આવ્યું છે. જયારે પરીક્ષા દરમિયાન 6 જેટલા વિદ્રયાર્થીઓ ગેરરીતી સબબ ઝડપાયા હતા.