વિશ્ર્વાસ, સંવાદ અને સંબંધોનો સુમેળ: વાઘ બકરી ચા

નવી યંગ જનરેશનમાં ચાને વધુ પોપ્યુલર બનાવવા માટે "વાઘ બકરી ટી લોનજીસ લોન્ચ કર્યા છે જે અમદાવાદ, મુંબઇ, દિલ્હી, ગોવામાં છે આપણને દરેકને સવારે ઉઠતાની સાથે જ સૌ પહેલાં જ ચા યાદ આવે છે. ઘણાને તો ચા ની ચૂસકીથી જ શરીરમાં ચેતના આવે છે.ચા વિના ની સવારની તો કલ્પના જ ન થઈ શકે.દરેકને પોતાના ટેસ્ટ મુજબની ચા જોઈતી હોય છે.
એમાં બ્રાન્ડનો પણ સમાવેશ થતો હોય છે. દેશ-વિદેશમાં અનેક લોકોની સવાર વાઘ બકરી ચા સાથે પડતી હોય છે વાઘ બકરી નામ આપણા માટે નવું નથી લગભગ સો થી પણ વધારે વર્ષ થી આ નામ આપણે સાંભળી રહ્યા છીએ વાઘ બકરી ચા ગ્રુપમાં હાલ ચોથી પેઢીએ સુકાન સંભાળી ને આ નામ દેશ-વિદેશમાં પહોંચતુ કર્યું છે વાઘ બકરી ચા ગ્રુપના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્ર પરાગ દેસાઈ કે છે.છેલ્લા 15 વર્ષથી નેતૃત્વ સંભાળીને વાઘ બકરી ચાને સફળતાના નવા શિખરો સુધી પહોંચાડી છે હાલ રાજ્યમાં જ્ઞિાં3 અને દેશમાં ટોપ ટેન કંપનીમાં વાઘ-બકરી ચાનું નામ છે. શરૂઆત, સંઘર્ષ અને સફળતાની વાત પરાગ દેસાઈએ ગુજરાત મિરર સાથે
કરી હતી.
સવાલ : બિઝનેસની શરૂઆત ક્યારથી થઈ?કોણે કરી?
જવાબ : આમ જુઓ તો મારા મહાન દાદાજી નારણદાસ દેસાઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાથે પ્રાઈમરી શિક્ષણમાં અભ્યાસ કરતા હતા અને અને એમના ક્લાસમેટ પણ હતા એમને જ વાઘ બકરી ટી ગ્રુપની સ્થાપના કરી છે એ સમયમાં એવું કહેવાતું હતું કે ભારતની કરન્સી ચાંદીમાં છે અને સાઉથ આફ્રિકાની કરન્સી સોનામાં છે એટલે મારા દાદાજી માતૃભૂમિ અને જન્મભૂમિ છોડીને નસીબ અજમાવવા 500 રૂપિયાની હૂંડી લઈને સાઉથ આફ્રિકા ગયા હતા અને એમણે ત્યાં ડર્બનમાં પહેલી કરિયાણાની દુકાન શરૂ કર્યા બાદ 1892માં બે ચાના એસ્ટેટ એમણે ખરીદી લીધા હતા અને સફળતા હાથ લાગ્યા બાદ એમણે એમના ધર્મપત્નીને પણ ત્યાં બોલાવી લીધા હતા. આમ ચા બિઝનેસના બીજ રોપાયા હતા.
સવાલ : ‘વાઘ બકરી’નામ કઇ રીતે પડ્યું?
જવાબ : અમારી બ્રાન્ડ ને જે વાઘ બકરી નામ મળ્યું છે તેની પાછળ એક મહત્વનો બનાવ બનવા પામ્યો હતો જયારે મારા દાદાજી ચિંતિત ચહેરા સાથે સાબરમતી નદીના કિનારે વોક કરી રહ્યા હતા ત્યારે એક ઋષિ આવીને તેની ગમગીનીનું કારણ પૂછ્યું ત્યારે બ્રાન્ડના નામ અંગે ચિંતા વ્યક્ત કરીને એવું જણાવ્યું કે એક એવી બ્રાન્ડનું નામ ને સિમ્બોલ હોવા જોઈએ કે જેમાં વિશ્ર્વાસ, સંબંધ, ગ્લોબલ હાર્મની ની ઝલક મળે અને ત્યારે વાઘ બકરી નામ આપવામાં આવ્યું અને આજે પણ વાઘ બકરીના લોગોમાં અમે એજ સિદ્ધાંતને દેખાડ્યો છે જેમાં ધનવાન અને ગરીબ, મજબૂત અને નબળા બધા વચ્ચે એક હાર્મની જોવા મળે.
સવાલ : અત્યારના પ્રોડક્શન પ્લાન્ટ વિશે માહિતી આપશો?
જવાબ : અમારી પાસે 60000 સ્ક્વેર ફૂટમાં પથરાયેલો ફુલ્લી સેલ્ફ સફિસિયન્ટ પ્લાન્ટ છે જ્યાં ઝીરો પોલ્યુશન છે અને ચાની પત્તીનો જે વેસ્ટ થતો હોય છે તેમાંથી પણ ખાતર બનાવામાં આવે છે અને એક સક્ષમ અને પ્રોફેશનલ લોકોની ટીમ દ્વારા પ્લાન્ટ કાર્યરત કરવામાં આવી રહ્યો છે જ્યાં સેફટી અને ક્વોલિટી અંગે પણ પોલિસી બનાવવામાં આવી છે અને ચા આવે છે તેનું પણ સંપૂર્ણ પરીક્ષણ કરવામાં આવે છે અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં જે નવી ગાઇડલાઇન્સ આવી છે તે મુજબની વ્યવસ્થા પણ પ્લાન્ટ પર કરવામાં આવી છે ચાનું બ્લેન્ડીંગ યુનિટ પણ સ્ટેઇનલેસ સ્ટીલ અને ટચ ફ્રી બનાવામાં આવ્યું છે અને પેકેજીંગ યુનિટમાં પણ અદ્યતન મશીનરી મુકવામાં આવેલી છે.
સવાલ : પ્લાન્ટમાં કેવા પ્રકારની મશીનરીનો ઉપયોગ થાય છે?
જવાબ : એક તો ચા ના પેકેજીંગમાં સ્ટેટ ઓફ ધ આર્ટ મશીનરી નો ઉપયોગ તો થતો જ હોય છે પરંતુ 2008થી જ અમે ઈંખઅ ઈ 27 સ્ટેપલ લેસ મશીનરીનો ઉપયોગ ટી
બેગ પેકેજીંગમાં કરતા આવ્યા છીએ અને તે મશીનમાં
એક મિનિટમાં 260 ટી બેગ પેક થતી હોય છે.
સવાલ : શરૂઆત કર્યા બાદ કેવી પરિસ્થિતિ અને કેવા કેવા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો?
જવાબ : અમારા ફાઉન્ડર નારણદાસ દેસાઈએ સાઉથ આફ્રિકામાં બહુ નાના પાયે ગ્રોસરીના સ્ટોર સાથે શરૂઆત કરી હતી અને એ સમયમાં તો અમારા દાદીમા પણ ભારતમાં હતા અને સમય જતા ડર્બનમાં બે ચાના બગીચા ખરીદ્યા હતા પરંતુ જયારે તે ભારત પાછા ફર્યા ત્યારે તે એક પણ પૈસા લીધા વગર આવ્યા હતા કારણ કે ડર્બનમાં રહેતા ભારતીયો સાથે તેમનો લગાવ એટલો બધો હતો કે તેમણે બંને ચાના બગીચા ત્યાં ડોનેટ કરી દીધા હતા અને કુટુંબને નિભાવવાની જવાબદારી પણ બહુ મોટી હતી ત્યારે મહારાષ્ટ્રમાં એમણે ટી પ્લાન્ટેશનમાં નોકરી મેળવી અને સમય ની સાથે મહેનત કરીને 1919માં અમદાવાદ ખાતે પહેલો વાઘ બકરી ટી ડેપો શરુ કર્યો.
સવાલ : વાઘ બકરી ચા માં કઈ કઈ જાતની ફ્લેવર પ્રાપ્ય છે ?
જવાબ : અમારી ગુડ મોર્નિંગ ચા અને ટી બેગ્સ એક તાજગીનો રિચ અનુભવ કરાવે છે દાર્જિલિંગ ટી તો ખાસ ચાના શોખીનો માટે છે જ્યાં નવી પેઢી માટે અમે ઇન્સ્ટન્ટ ટી અને આઈસ ટી લાવ્યા છીએ અને જે લોકો હેલ્થ કોન્સિયસ છે તેમના માટે અમે ગ્રીન ટી લાવ્યા છીએ અને સાથોસાથ ઓર્ગેનિક ટી પણ ખરી અને નવચેતન ટી પણ સાથોસાથ અમે લાવ્યા છીએ અને અમારી બધી જ બ્રાન્ડ અને પ્રોડક્ટ ચાના શોખીનોને પસંદ પડી છે.
સવાલ : સમયના બદલાવ સાથે શુ પરિવર્તનો કર્યા?નવી પેઢીને આકર્ષવા માટે ખાસ પ્લાન?
જવાબ : 100 વર્ષથી વાઘ બકરી ચાએ આજે લાખો ઘરમાં એક સ્પેશિયલ અને ગૌરવવંતુ સ્થાન બનાવ્યું છે અને પેઢી દર પેઢી લોકોને પસંદ પણ પડી છે.ચાનો એકદમ રિચ કલર,તાજગીનો અનુભવ અને તેની જે સુગંધ છે તે બેજોડ છે અને એ સ્થાન દાયકા પછી પણ અકબંધ રહ્યું છે અને આજે પણ વાઘ બકરી ટી ગ્રુપ દ્વારા અમારા જ વારસાને એક નવા જ અવતારમાં આગળ વધાર્યો છે અને નવી યંગ જનરેશનમાં ચાને વધુ પોપ્યુલર બનાવવા માટે "વાઘ બકરી ટી લોનજીસ લોન્ચ કર્યા છે આ ટી લોનજીસમાં બિઝનેસ મીટ અને બિઝનેસ વાર્તાલાપ માટે તેમજ મિત્રો સાથે હળવાશની પળો માણવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ પણ બની રહ્યો છે અને દિવસની તમામ મીઠી ક્ષણો સાથે ટી લોન્જીસ વણાઈ ગઈ છે વાઘ બકરી ટી લોનજીસમાં દેશ વિદેશની 60થી પણ વધારે ફ્લેવરમાં ચા ઉપલબ્ધ બનાવવામાં આવી છે જેમાં ઓર્ગેનિક ટી, ગ્રીન ટી અને ફ્લેવર્ડ ટી પણ સામેલ છે અને સાથોસાથ અમરીશ સૌથી પ્રખ્યાત મસાલા અને આઈસ ટી તો ખરી જ અને સાથોસાથ અહીં ભારતીય અને કોન્ટિનેન્ટલ સ્નેક્સ પણ પીરસવામાં આવે છે.
સવાલ : ગુજરાત સિવાય ક્યા ક્યા રાજ્ય અને દેશમાં વેચાણ છે?
જવાબ : વાઘ બકરી ગ્રુપ ઇન્ડિયામાં પોતાની પ્રેઝન્સ ધરાવે છે સાથોસાથ 35 થી પણ વધારે દેશમાં પણ અમારી ચા એક્સપોર્ટ થાય છે જેમાં અમેરિકા, રશિયા ,યુકે ,ઓસ્ટ્રેલિયા જેવા દેશ પણ સામેલ છે
સવાલ : લોકો કેવા પ્રકારની ચા વધારે પસંદ કરે છે?
જવાબ : લોકોની ચોઈસ બહુ જ વાઈડ છે અને અનેક રેન્જ હવે તેઓને પસંદ આવે છે અને હવે ગ્રીન ટી લોકોમાં વધુ સ્વીકાર્ય બનતી જાય છે અને દરેક વયના લોકોને ઇન્સ્ટન્ટ ટી મિક્સ પણ પસંદ પડી છે અને યુવાનોમાં ખાસ કરીને આઈસ ટી માં પણ પાંચ વેરાયટીઝ અમે લોન્ચ કરી છે પણ જે ખાસ કરીને ચાના વધારે શોખીન છે તેમના માટે તો પહેલાની જે ચા છે તે હજુ પણ પીવાતી રહે છે અને લોકો માત્ર ચા માંગે છે.
સવાલ : સફળતાનું શ્રેય કોને?
જવાબ : અમારી સફળતાનાં ખાસ યશભાગી તો અમારા માનવંતા કસ્ટમરો છે કે જેઓ એ અમારા પર 100 વર્ષથી વિશ્ર્વાસ મુક્યો છે અને અમને પણ વધુ સારી બ્લેન્ડેડ ટી અને નવી વેરાયટીઝ લોન્ચ કરવા માટે અમને પ્રોત્સાહિત કર્યા છે
સવાલ : ભવિષ્યની યોજના/સ્વપ્નો/ટાર્ગેટ ?
જવાબ : ભવિષ્યમાં અમારી ઘણી યોજના છે પણ હાલ તો અમે એવું ઈચ્છી રહ્યા છીએ કે વાઘ બકરી ટી લોનજીસ ગ્લોબલ રિટેલ સ્પેસ બને અને જ્યાં ચાના શોખીનો આવે અને શ્રેષ્ઠ ચાનો સ્વાદ માણે અને જિંદગીનો ક્વોલિટી સમય પસાર કરે. 60થી પણ વધુ ફ્લેવરમાં ઉપલબ્ધ અને 35થી
વધુ દેશોમાં એક્સપોર્ટ થાય છે સફળતાનો મંત્ર... પરફેક્શન
અમારું ગ્રુપ હંમેશા પરફેક્શનમાં માને છે અને ભારતના 15000 જેટલા ચાના બગીચામાં પણ અમે ટ્રેઇનિંગ લીધેલા લોકો દ્વારા જ ચાની પત્તી પસંદ કરીને તેનું શ્રેષ્ઠ બ્લેન્ડીંગ કરીને એક રિચ ટેસ્ટ આપવાની કોશિષ કરી છે જે લોકોને 100 વર્ષથી પસંદ
પડી રહી છે. સલામત અને સફળ હાથોમાં સુકાન વાઘ બકરી ચા ગ્રુપને સંભાળતા ચોથી પેઢીના પરાગ દેસાઈ ખૂબ જ હોનહાર વ્યક્તિત્વ ધરાવે છે જેમણે યુ.એસ.એ.થી એમબીએની ડિગ્રી પ્રાપ્ત કરી છે નવા-નવા પ્લાન્સ, નવા આઈડિયા નવી પ્રોડક્ટ નવી પેઢી હરહંમેશ મૂકતા હોય છે વાઘ બકરી ચાને ઇન્ડિયા સ્ટાર પેકેજીંગ એવોર્ડ પણ મળ્યો છે વડાપ્રધાન મોદીની હાજરીમાં રાષ્ટ્રપતિના હસ્તે ફેમિલી બિઝનેસ લેગસી એવોર્ડ પ્રાપ્ત થયો છે તેમજ સેતુરત્ન એવોર્ડ પણ મળ્યો છે પોતે ખુદ ચાના દરેક ફ્લેવરને ટેસ્ટ કરે છે અને ગુણવત્તા જાળવી રાખવા પ્રયાસ કરે છે તેથી લાગે છે કે વાઘ બકરી ચા સફળતાની અનેક નવી મંઝિલો સર કરશે. સમય સાથે
પરિવર્તન અને
નવી ટેક્નોલોજીના ઉપયોગ સાથે વાઘ બકરી ચા નવા નવા સફળતાના શિખરો સર કરે છે સકસેસ મિરર
ભાવના દોશી