કેમ ગરમ થઈ જાય છે લેપટોપ? આમ કરવાથી નહીં થાય લેપટોપ ઓવરહીટ

ઉનાળામાં લેપટોપ ઓવરહીટ થવાનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે લેપટોપ ખરાબ થઈ શકે છે. કેટલીક વાતોનું ધ્યાન રાખશો તો લેપટોપને ઓવર હીટ થતું બચાવી શકશો.
બેટરીની પીન કે ફેનમાં ધૂળ જમા થવાથી લેપટોપ ગરમ થવાનું જોખમ રહેલું છે. માટે 1-2 મહિનાના અંતરે સફાઈ કરવી
જરૂરી છે.
બેટરીને સાફ કરવા માટે સૌપ્રથમ તેને લેપટોપથી અલગ કરી લો. ત્યાર બાદ એને કેન્ડ એરથી બ્લો કરો. આમ કરવાથી અંદરની ધૂળ નીકળી જશે. ઈઙઞના ફેનની સફાઈ વખતે હવાનું પ્રેશર ઓછું રાખવું. ઈલેક્ટ્રોનિક ડિવાઈસ પર ક્યારેય પણ ભીના કપડાંથી સફાઈ ન કરવી. જો લેપટોપનો ઈઙઞ ફેન કામ નથી કરતો તો ધ્યાન રાખો કે લેપટોપને લાંબા સમય સુધી ન વાપરો. જો આમ કરશો તો ઓવર હીટિંગની સમસ્યા થશે.
સામાન્ય રીતે લેપટોપ યૂઝર્સ કૂલિંગ કીટનો ઉપયોગ કરી શકે છે. જો લેપટોપ જૂનું થઈ ગયું હોય તો વધારે સમય સુધી વાપરવાથી કૂલિગની સમસ્યા સર્જાય છે. એવામાં કૂલિંગ કીટ બેસ્ટ ઓપ્શન છે. લેપટોપ ફેન હંમેશા લેપટોપની બનાવટને આધારે ખરીદવો.
કૂલિંગ કીટ હોવા છતાં લેપટોપની બેટરી ગરમ થતી હોય તો બેટરી બદલી નાખવી જોઈએ. લેપટોપમાં વારંવાર ચાર્જર લગાવવાથી પણ ઓવર હીટિંગનો પ્રોબ્લેમ થાય છે.
મોટાભાગના લેપટોપ કૂલિંગ માટે નીચેની તરફથી હવા લે છે. એવામાં જો તમે લેપટોપને ઓશિકા કે બ્લેન્કેટ પર રાખો છો તો લેપટોપમાં બરાબર રીતે એર વેન્ટિલેશન નથી થઈ શકતું. લેપટોપને કોઈ સીધી સપાટી પર રાખશો તો ઓવર હીટ થવાની સમસ્યા ઓછી થશે.
કૂલિંગ કીટના બદલે કૂલિંગ મેટ પર લેપટોપ રાખીને કામ કરવાથી પણ ઓવર હીટિંગની સમસ્યા ઓછી થઈ જશે.
જો કૂલિંગ મેટ ન ખરીદવું હોય તો લેપટોપને કોઈ હાર્ડ સરફેસ પર રાખીને વાપરવું. જો તમે બેડ પર બેસીને લેપટોપ વાપરો છો તો તેની નીચે કોઈ પુસ્તક કે લાકડાંનું ચોરસ પાટિયું રાખવું જેથી કરીને ઈઙઞ ફેનને પૂરતી હવા મળી રહે.