શા માટે ફાટે છે સ્માર્ટફોન? આ કારણો રહે છે જવાબદાર

આજકાલ સામાન્ય રીતે સ્માર્ટફોનના ફાટવાની ઘટનાઓ સામાન્ય થઈ છે. જોકે, આ ખતરનાક બાબત છે. ફોનની બેટરી ફાટવાથી તમને નુકસાન પહોંચી શકે છે. જેની અસરથી બચવા માટે તમારે આ કારણો જરૂર જાણવા જોઈએ.
બેટરી ગરમ થવી એ ફોન ફાટવાનું સૌથી સામાન્ય કારણ હોય છે. જો તમે ફોનને કલાકો ચાર્જિંગમાં રાખો છો અથવા તો ચાર્જિંગમાં રાખ્યા પછી પણ ફોન પર વાત કરો છો તો તેની બેટરી વધારે ગરમ થવા ઉપરાંત વધુ ચાર્જ થાય છે. આવી સ્થિતિમાં બેટરી પીગળી શકે છે.
જો તમે સ્માર્ટફોનમાં કોઈપણ સામાન્ય ચાર્જર અથવા અન્ય કોઈ ચાર્જરથી ચાર્જ કરો છો તો એ તમારા ફોન અને બેટરી માટે ખતરનાક સાબિત થઈ શકે છે. અન્ય એક કારણમાં તમારા સ્માર્ટફોનની સસ્તી બેટરી પણ હોય શકે છે. જો તમે કોઈ સસ્તી બેટરીનો ઉપયોગ કરો છો તો આ બેટરી જલદી ગરમ થવા જેવી સમસ્યા તેમજ ફૂલાઈ જવાના કારણે બ્લાસ્ટ થવાની શક્યતા
રહે છે.
જો તમારા સ્માર્ટફોનમાં સ્માર્ટ વિન્ડો પર કામ કરો છો તો ફોનની બેટરી પર વધારે પડતું દબાણ પડે છે. આ સ્થિતિમાં ફોન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. બાકી મુશ્કેલી થઈ શકે છે.
સ્માર્ટફોનની બેટરી લિથિયમ આયનની બની છે. આ કારણે તે હળવી હોય છે. ઉંચાઈથી જો બેટરી નીચે પડે તો તેમાં શોર્ટ સર્કિટ થવાના ચાન્સ વધી જાય છે. આ પરિસ્થિતિમાં બેટરી અને ફોન ફાટવાની શક્યતા વધી જાય છે.