વેકેશનમાં વિવિધ પ્રવૃત્તિઓથી બાળકોમાં સકારાત્મક પરિવર્તન

સમરકેમ્પથી બાળકોને જવાબદારીના પાઠ શીખવા મળે છે, નવા મિત્રો બને છે, ને મોબાઈલનું વળગણ ઘટે છે! કઇ ગેમ કે પ્રવૃત્તિથી બાળકો ઘડાશે, એ કળીને તેમનું માનસ કેળવવાનો યત્ન
રાજકોટ તા,1
વેકેશન પડતા જ વાલીઓ પોતાના બાળકોને વિવિધ પ્રવૃત્તિ કરવા મોકલે છે એટલે જ રાજકોટમાં ઉનાળાના વેકેશનમાં ચાલતા સમરકેમ્પ હાઉસફૂલ થઇ ગયા છે. શહેરમાં સમરકેમ્પમાં માત્ર 15 દિવસમાં અલગ અલગ કલા અને કૌશલ્ય શિખડાવવામાં આવે છે.
વિવિધ કલાના એકસપર્ટો દ્વારા ડાન્સ, મહેંદી, ગુંથણ, દાંડીયારાસ, ગ્લાસ પેઈન્ટીંગ સહિતની સંખ્યાબંધ એક્ટીવીટી સમરકેમ્પમાં કરાવવામાં આવે છે રાજકોટમાં જેટલા સમર કેમ્પ યોજાય રહ્યા છે તેમાં નોર્મલ જ ફી લેવામાં આવે છે. વેકેશનમાં વિવિધ પ્રવૃતિઓ કરવાથી બાળકોમાં ઘણું સારું પરિવર્તન આવતું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
વેકેશન નામ આવતા જ બાળકોના મન ઉછળ-કુદ થવા માંડે છે રજાઓ એટલે બાળકો માટે મોજ-મસ્તી આખું વર્ષ ચોપડામાં વ્યસ્ત રહેતા બાળકો માટે વેકેશન એટલે આનંદ, રમવું, પડવુ અને દરેક પ્રવૃતિમાં રસ લેવો.
સ્કૂલમાં તો મિત્રો હોય જ પરંતુ સમર
કેમ્પમાં જોડાવાથી નવા મિત્રો પણ બને છે. હરિફાઈના યુગમાં બાળકો વધુ ટેલેન્ટ બની
રહ્યા છે. એટલે જ વેકેશન બાળકો માટે પરિવર્તન લઇને આવે છે. સ્વિમિંગ
સમર કેમ્પમાં સ્વિમિંગ આવતુ નથી પરંતુ શહેરના બાળકો માટે શહેરના તમામ સ્વિમિંગ પુલ બહાર હાઉસફૂલના પાટીયા લગાડી દેવામાં આવ્યા છે. સ્વિમીંગમાં બાળકો પાણીમાં બેલેન્સ બનાવવું વગેરે બેઝિક વસ્તુઓ શીખી રહ્યા છે પાણીથી ડરતા બાળકોનો ડર પણ દુર થાય છે. ક્રિકેટ, સ્કેટિંગ, બેડમિન્ટન
શહેરમાં બાળકોમાં ક્રિકેટ, સ્કેટીંગ અને બેડમિન્ટન રમવાનો વધુ ક્રેઝ જોવા મળે છે જેથી બાલભવન હોય કે જીમખાના કે રેસકોર્ષ મેદાનમાં ચાલતા ક્રિકેટ કોચીંગ કેમ્પમાં બાળકો રમી રહ્યા છે જેનાથી તેઓને મિત્રો મળે છે તે ઉપરાંત સ્કેટીંગથી બાળકોની બીક દુર થાય છે અને આત્મવિશ્ર્વાસ વધે છે. બ્યુટી પાર્લર-મહેંદી
શહેરમાં ચાલી રહેલા બ્યુટી પાર્લર અને મહેંદીમાં યુવતીઓને સારો એવો ધસારો છે ત્યારે બ્યુટી પાર્લરની ટ્રેનીંગ આપતા વ્યાસે જણાવ્યું હતું કે યુવતીએ વેકેશનમાં બ્યુટી પાર્લરમાં કોર્ષ શીખે છે. જેનાથી તે ભવિષ્યમાં પોતાની ઘેર પણ તે ચાલુ કરી રૂપિયા કમાઈ પગભર થાય છે. બાળકોની રુચિ કેવી રીતે પસંદ કરો
બાળકો સાથે વાત કરો અને તેમની સામે વિવિધ કેમ્પો, કલાસીસના વિકલ્પો રાખો. વર્ષ દરમિયાન બાળક સ્કૂલમાં કઇ એક્ટિવિટીમાં જવાનું પસંદ કરે છે. તેના ઉપર ધ્યાન આપો. જે બાળકને કોઇ ગેમમાં રસ ના હોય તો બાળકોને એવા કલાસમાં મોકલો કે જેનાથી તેને કોઇ નવી વસ્તુ જાણવા મળે જેનાથી બાળક ખુલીને વાતચીત કરી શકે છે. કેમ્પથી શું ફાયદો થાય
બાળકો કે યુવતીઓ કેમ્પ જતાં ઘણું પરિવર્તન લાવે છે તે ઉપરાંત જે આવડતું હોય તેમાં તેઓ વધારે માહેર થાય છે, નવું ગ્રુપ બને છે. નવા મિત્રો મળે છે જ્ઞાન મળે છે, ગભરાટ દુર થાય છે, આત્મવિશ્ર્વાસ વધે છે. આત્મવિશ્ર્વાસ વધારે પાવરફૂલ બને છે. સમર કેમ્પમાં શું શું શીખડાવવામાં આવે છે
ગ્લાસ પેઈન્ટીંગ, નાળાછડીની આઈટમ, અંકોળી વર્ક, સોફટ ટોયઝ, દોરીવર્ક, મોતીના દાગીના, જવેલરી, દાંડીયારાસ, સ્કેટીંગ, મહેંદી વર્ક, મઢ મીરર, કેન્ડલ મોલ્ડીંગ, મીણની આઈટમ, કુકીંગ કલાસ, બ્યુટીપાર્લર, વોલીબોલ, ક્રિકેટ. દાંડિયારાસ: ગુજરાત એટલે ગરબા એટલે દર વેકેશનમાં દાંડીયારાસ શીખડાવવામાં આવે છે. અત્યારથી જ દાંડીયાના કલાસમાં જઇ યુવતીઓ બેઝિક શીખે છે જેઓને નવરાત્રીમાં તે કામ લાગે છે 10થી 15 દિવસ દાંડીયા રમતી યુવતીઓનો આત્મવિશ્ર્વાસ વધે છે. (તસવીર: પ્રવીણ સેદાણી)