યલો-ઓરેંજ-રેડ એલર્ટ: આપણને એલર્ટ કરે છે ખરા ?

- ભાવના દોશી
માનવીએ પ્રગતિની દોડમાં કયારેય પાછુ ફરીને જોયું નથી. વધુ ને વધુ સગવડદાયક જીવન બનાવવા તેમજ દરેક પ્રકારની સુખસુવિધા મેળવવા ઇચ્છતો માણસ કયારે સ્વકેન્દ્રી બની ગયો તેની તેને ખુદને પણ ખબર ન રહી તેના પરીણામો ધીમા ઝેર જેવા આપણને મળી રહ્યા છે. આ ભયંકર પરીણામો જે આપણી સામે આવી રહ્યા છે તેનો જો કોઇ યોગ્ય માર્ગ કાઢવામાં નહીં આવે તો આપણી ભાવિ પેઢી આપણને કયારેય માફ નહીં કરે ?
છેલ્લા કેટલાય વર્ષોથી ગ્લોબલ વોર્મિંગ અને તાપમાન વધારાનો પ્રશ્ર્ન વિકરાળ બનતો ચાલ્યો છે પરંતુ માનવી પોતાના સ્વાર્થ તથા પોતાની સગવડ અને આરામનો
ફાયદો જોવામાં કયારેય બીજાનો વિચાર કર્યો નહીં કે
આવનારી પેઢીનો પણ વિચાર કર્યો નહીં પરંતુ જો હવે
નહીં વિચારીએ તો કયારેય આ બાબતનો ઉકેલ લાવી
શકીશું નહીં. કેટલીક વિચારવાલાયક અનુકરણીય બાબતો જે એક ક્ષણ તમને રોકી આ દિશામાં વિચાર કરવા
મજબુર કરશે. ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેન્જની વાતોથી કોઇ ફર્ક પડશે
નહીં નક્કર પગલા લેવા જરૂરી માણસ સ્વકેન્દ્રી બનતો જાય છે જે પોતાના સ્વાર્થ અને સુખ સિવાય બીજો વિચાર કરી શકતો નથી ઘણા વર્ષો પહેલાથી વૈજ્ઞાનિકો પર્યાવરણવાદીઓ આપણને સાવચેત કરી રહ્યા છે પરંતુ કયાંય પરિસ્થિતિમાં સુધારો જોવા મળતો નથી