કાળઝાળ ગરમીમાં રાખીએ બગીચો લીલોછમ


ઉનાળાની અતિશય ગરમીમાં ઘરમાં ગાર્ડન હોય કે પછી ફ્લેટ કે
ઓફિસમાં પ્લાન્ટ્સ હોય જો થોડી તકેદારી રાખીએ તો પ્લાન્ટેશન સુંદર અને લીલુંછમ રહેશે.
સૌપ્રથમ તો છોડને સીધા તડકાથી દૂર રાખવા કારણ અતિશય તાપમાનમાં લીલા છોડ બળી જવાની શક્યતા રહે છે આ છોડ નાશ પામે છે જેથી ઉપર છાંયો કરવો અથવા તો પ્લાન્ટ હોય તો તેને છાયામાં રાખી દેવા.
ગાર્ડનમાં ઘાસ અડધો ફૂટ જેટલું લાંબુ રાખવું જેના કારણે દેખાતું સુંદર લાગશે જ પરંતુ ઠંડક પણ રહેશે.પાણી પાતી વખતે ખાસ ખ્યાલ રાખો કે વહેલી સવાર થવા તો સાંજે જ પાણી આપવું ભરબપોરે કે સીધો સૂર્યપ્રકાશ આવતો હોય ત્યારે પાણી ન આપવુ*ગાર્ડનમાં આજુબાજુમાં પડેલા સુક્કા પાનનો મલ્ચિંગ તરીકે ઉપયોગ કરવો બધા પાન ભેગા કરી જે-તે ઝાડના મૂળની આસપાસ ફેલાવી દેવા જેથી કરીને ભેજનું પ્રમાણ જળવાઈ રહે અને છોડ સૂકો થતો અટકશે.પ્લાન્ટમાં પણ આ રીતે કરી શકાય.પાણી આવવાનું પ્રમાણ થોડું વધુ રાખવું જેથી માટી તથા છોડને પાણી દ્વારા પોષણ મળતું રહે જેથી કરીને કુંડા કે પછી છોડ થોડું પાણી ભરાઇ રહે એટલું પાણી પાવું. આમ જો ઉનાળામાં થોડીક તકેદારી રાખવામાં આવે તો બગીચાને લીલોછમ રાખી શકાય છે.