થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રક્ત મળી રહે તે માટે આવતીકાલે રક્તદાન કેમ્પ

પરફેકટ ઓટો સર્વિસીસ અને શ્રીમદ રાજચંદ્રગ્રુપ દ્વારા આયોજન
રાજકોટ તા.4
સીવીલ હોસ્પિટલના દર્દીઓ તેમજ અન્ય જરૂરીયાતમંદ દર્દીઓ થેલેમેસીયાગ્રસ્ત બાળકોને પુરતુ રકત મળી રહે તે હેતુથી પરફેકટ ઓટો સર્વિસીસ અને શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા કાલે રકતદાન કેમ્પ યોજાશે. આ માટે પરફેકટ ઓટો સર્વીસીસના એમ.ડી.સૂર્યકાંત ભાઈ ભાલોડીયા, કેવલભાઈ ભાલોડીયા, નીખીલભાઈ મેહતા, મેહુલભાઈ, રવીભાઈનો સહયોગ પ્રાપ્ત થયેલ છે. બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી કેમ્પ. નં.1, હેડ ઓફીસ ગોંડલ ચોકડી પાસે, ગોંડલ રોડ તેમજ કેમ્પ નં.2 બ્રાંચ ઓફીસ, રાજબેંકની બાજુમાં, 150 ફીટ રીંગ રોડ, ગાંધીગ્રામ ખાતે યોજવામાં
આવેલો છે. આયોજનને સફળ બનાવવા શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના વીનય જસાણી (94282 00660), કુમાર દોશી, રવી સી.એન, તુષાર કુલર સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.