જે લોકો સૂર્યનમસ્કાર કરે છે, એમનું આયુષ્ય, પ્રજ્ઞા, બળ, વીર્ય અને તેજ વધે છે

સૂર્ય નમસ્કારનો ચમત્કાર : લાઇફમાં ડો.કમલ પરીખનું પ્રવચન યોજાયું રાજકોટ તા.30
લાઇફ હેલ્થ એન્ડ વેલનેર સેન્ટર દ્વારા આયોજીત આરોગ્યલક્ષી પ્રવચન શ્રેણી શું કરીએ તો સદાય સાજા રહીએ અંતર્ગત તા.ર8મી એપ્રિલને શનિવારે રાત્રે 9 થી 10 વચ્ચે ડો.કમલ પરીખ સૂર્ય નમસ્કાર ચમત્કાર વિષય ઉપર પ્રવચન આપેલ.
સૂર્ય ઉર્જાનો સ્ત્રોત છે. સૂર્યની ઉપાસના અનાદિકાળથી ઋષીમુનિઓ, સાધુ-સંતો, તપસ્વીઓ અને સાધકો કરતા હતા. તેઓ એમ માનતા હતા કે બ્રહ્માંડની ઊર્જાના કારણેનું આ જગતનો અસ્તિત્વ છે. વૈદિક ગ્રંથોમાં સૂર્યના મહિમાનું વર્ણન કરવામાં આવેલ છે. જ્ઞાન અને ઊર્જા માટે સૂર્યનમસ્કાર ખુબ જ ઉપયોગી છે.
સૂર્યનમસ્કાર ભગવાન સૂર્યની ઉપાસના પધ્ધતિ છે. જ્યારે ભગવાન ભાસ્કરનો ઉદય થાય છે ત્યારે સૂર્યની દિશામાં ઊભા રહી, ભગવાન સૂર્યને નમસ્કાર કરી સૂર્યનમસ્કાર કરવા શરીર અને મન માટે લાભકારી છે. પ્રાચીન શાસ્ત્રોમાં પણ સૂર્યઉપાસનાની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે.
જે લોકો નિયમિત સૂર્યનમસ્કાર કરે છે, એમનું આયુષ્ય, પ્રજ્ઞા, બળ, વીર્ય અને તેજ વધે છે.
સૂર્યનમસ્કાર એ સર્વશ્રેષ્ઠ આસન પધ્ધતિ છે. મંત્રોના ઉચ્ચારણ સાથે સૂર્યનમસ્કાર સાથે કરવામાં આવે તો શરીર અને મન ઉપર વિશેષ લાભ થાય છે. આ સાથે શરીરનાં બધા જ ચક્રો જાગૃત થાય છે. સૂર્ય નમસ્કાર કરતી વખતે નીચે પ્રમાણે આસનની સ્થિતિ અને મંત્રોનો ઉચ્ચાર કરવો જોઇએ.
શાંતિ અને સુખનો અનુભવ ત્યારે થાય છે જ્યારે તમે શારીરિક રીતે સંપૂર્ણપણે સ્વસ્થ રહી શકો. સૂર્યનમસ્કાર બાળકથી વૃધ્ધ કોઇપણ ઉંમરના લોકો સરળતાથી કરી શકે છે.
સૂર્યનમસ્કારના વધારેમાં વધારે લાભ મેળવવા માટે અષ્ટાંગ યોગમાં વર્ણિત પાંચ પ્રકારના યમ અને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું પાલન કરવું જોઇએ અને આ સાથે પાંચ પ્રકારના નિયમો એટલે શૌર્ય, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્ર્વર પ્રાણીધનનું પાલન કરી સવારે સૂર્યોદય કાલના સમયે સૂર્ય નમસ્કાર કરવા જોઇએ. સૂર્યનમસ્કારનો લાભ શરીરની વ્યાધિઓ દુર થાય છે અને શરીર નિરોગી બને છે.
શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે
ચામડીના રોગો માટે છે
પેટની સમસ્યાઓ દુર થાય છે
પાચનતંત્ર માટે સૂર્યનમસ્કાર લાભદાયી છે.
વજન નિયંત્રિત રહે છે
રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે
આળસ, અનિદ્રા દુર થાય છે
માનસિક પ્રસન્નતાનો અનુભવ થાય છે અને આત્મવિશ્ર્વાસ વધે છે
વિટામીન ડી મળે છે
આંખોની તેજ અને રોશની વધે છે સૂર્યનમસ્કાર કરતા પહેલા ધ્યાન રાખવા યોગ્ય બાબતો 1. વધુ તાવ હોય ત્યારે સૂર્યનમસ્કાર ન કરવા જોઇએ.
ર. હાઇ બી.પી.ની સ્થિતિમાં સૂર્યનમસ્કાર ન કરવા જોઇએ.
3. હૃદયરોગીઓને સૂર્યનમસ્કાર ન કરવા જોઇએ.
4. સાઇટીકા, સ્લીપ ડીસ્ક, સ્પોનટેલાઇસિસની અવસ્થામાં સૂર્યનમસ્કાર ન કરવા જોઇએ.
પ. માસિકધર્મ દરમિયાન સૂર્યનમસ્કાર ન કરવા જોઇએ. શું કરવું જોઇએ 1. સૂર્યોદયના સમયમાં સૂર્યનમસ્કાર કરવા જોઇએ
ર. સૂર્યનમસ્કાર ખાલી પેટ કરવા જોઇએ
3. હવાદાર અથવા ખુલ્લી જગ્યા પર સૂર્યનમસ્કાર કરવા જોઇએ
4. યોગામેટ, ચદર અથવા શેતરંજી પાથરી સૂર્યનમસ્કાર કરવા જોઇએ
પ. મનને એકાગ્ર રાખીને સૂર્યનમસ્કાર કરવા જોઇએ.
6. સૂર્યનમસ્કાર કરતી વખતે શ્ર્વાસ ઉપર ધ્યાન હોવું જોઇએ અને શ્ર્વાસ નાસિકાથી જ લેવું જોઇએ