PG મેડિકલના કટઓફમાં 15 પર્સન્ટાઇલનો ઘટાડો

  • PG મેડિકલના કટઓફમાં 15 પર્સન્ટાઇલનો ઘટાડો

બેઠકોના વધારાને પગલે સરકારે સતત બીજા વર્ષે પણ ઘટાડો કર્યો ખાલી બેઠકોની સ્પષ્ટતા થતા પહેલાં જ કટ ઓફ ઘટાડી દેવાતા ફેલાઇ ગયેલું આશ્ર્ચર્ય
ગુજરાતમાં હજુ તો એક જ અને ઓલ ઇન્ડિયા કવોટામાં બે જ રાઉન્ડ થયા છે ત્યાં ઘટાડો
રાજકોટ તા.ર8
ગયા વર્ષે પી.જી.મેડીકલની 1પ0 સીટનો વધારો કરાયાને પગલે પીજી મેડિકલ પ્રવેશ માટે "નીટના કટ ઓફ પર્સેન્ટાઈલમાં 15 પર્સેન્ટાઈલનો ઘટાડો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે સતત બીજા વર્ષે કટ ઓફમાં ઘટાડો કર્યો છે અને મહત્વપૂર્ણ બાબત એ છે કે ગત વર્ષે 7.5 પર્સેન્ટાઈલ ઘટયા હતા તો આ વર્ષે ખાલી બેઠકોની સ્પષ્ટતા થાય તે પહેલાં જ કટ ઓફ ઘટાડી દેવાયા છે.
પીજી મેડિકલમાં પ્રવેશ માટે કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે પણ "નીટના કટ ઓફ પર્સેન્ટાઈલમાં ઘટાડો કરાયો છે. કેટલાક રાજ્યોએ એકથી બે પ્રવેશ રાઉન્ડ કરી દીધા છે અને કેન્દ્ર સરકારની પ્રવેશ સમિતિ દ્વારા ઓલ ઈન્ડિયા ક્વોટામાં બે રાઉન્ડ કરી દેવાયા છે ત્યારે કેન્દ્ર સરકારે હજુ ખાલી બેઠકોની સચોટ માહિતી બહાર આવે તે પહેલા જ પીજી મેડિકલમાં પ્રવેશ માટેના નીટના કટ ઓફ પર્સેન્ટાઈલમાં 15 પર્સેન્ટાઈલનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
પીજી મેડિકલમાં પ્રવેશ માટે એમસીઆઈના નિયમ મુજબ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે નીટના 50 પર્સેન્ટાઈલ ,અનામત કેટેગરીના ઉમેદવારો માટે 45 અને શારીરિક અસક્ષમ ઉમેદવારો માટે 40 પર્સેન્ટાઈલ જરૃરી છે.ગત વર્ષે કેન્દ્ર સરકારે સ્ટેટ અને ઓલ ઈન્ડિયા ક્વોટાના બે-બે રાઉન્ડ બાદ હજારો બેઠકો ખાલી રહેતા પ્રથમવાર કટ ઓફ સ્કોરમાં ઘટાડો કર્યો હતો.ગત વર્ષે 7.5 પર્સેન્ટાઈલનો ઘટાડો કરવામા આવ્યો હતો.પરંતુ આ વર્ષે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે 15 પર્સન્ટાઈલનો ઘટાડો કરી દીધો છે.
કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત મુજબ 2018-19ના વર્ષના પ્રવેશ માટે નીટનો પર્સેન્ટાઈલ કટઓફ જનરલ કેટેગરી માટે હવે 50ને બદલે 35 રહેશે. જ્યારે અનામત કેટેગરી માટે 30 અને શારીરિક અસક્ષમ ઉમેદવારો માટે 25 કટ ઓફ પર્સેન્ટાઈલ રહેશે. જો કે મહત્વનું છે કે આ વર્ષે હજુ તો કેટલાક રાજ્યોમાં પ્રવેશના એક પણ રાઉન્ડ થયા નથી તો ગુજરાત સહિતના રાજ્યમાં હજુ એક રાઉન્ડ થયો છે અને ઓલ ઈન્ડિયા ક્વોટામાં બે રાઉન્ડ થયા છે ત્યારે હજુ સુધી ખાલી બેઠકોની સચોટ વિગતો બહાર આવી નથી. તમામ લાયકાત ધરાવતા ઉમેદવારો બાદ જો ખાલી બેઠકો રહે તો કટ ઓફ ઘટાડવાનો હોય છે પરંતુ કેન્દ્ર સરકારે તે પહેલા જ 15 પર્સન્ટાઈલનો મોટો ઘટાડો કરી દેતા મેડિકલ શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જાગી છે. NBA પરિણામ સુધારશે, નવું મેરિટ પ્રવેશ સમિતિને મોકલાશે
પર્સેન્ટાઈલમાં ઘટાડો થતા પરીક્ષા લેનારી અને મેરિટ તૈયાર કરનારી નેશનલ બોર્ડ એક્ઝામિનેશન દ્વારા પરિણામમાં સુધારો કરાશે અને પર્સન્ટાઈલ ઘટયા બાદ જે ઉમેદવારો નવા લાયક ઠરે છે તેનો ઉમેરો કરીને નવા પરિણામ સાથે નવુ મેરિટ તૈયાર કરીને જે તે રાજ્યની પ્રવેશ સમિતિને મોકલાશે. કઇ કેટેગરીમાં કેટલું કટઓફ
કેટેગરી MCIના નિયમ આ વખતે
મુજબ જરૂરી પર્સન્ટાઇલ જરૂરી પર્સન્ટાઇલ
જનરલ પ0 3પ
અનામત 4પ 30
શારીરિક અસક્ષમ 40 રપ