લંડનમાં સિંધી-બ્લોચ ફોરમ દ્વારા પાકિસ્તાન સામે સૂત્રોચ્ચાર કરાયા

કોમનવેલ્થ દેશોના પ્રમુખોની બેઠક પહેલા માનવ અધિકાર મુદ્દે દેખાવો કરાયા
લંડન તા,19
બ્રિટનની રાજધાની લંડન ખાતે કોમનવેલ્થ દેશોના પ્રમુખોની બેઠક પહેલા પાકિસ્તાન વિરુદ્ધ મોટાપાયે વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર થયા છે. સિંધી-બલોચ ફોરમ દ્વારા માનવાધિકાર ઉલ્લંઘન અને આઝાદીની માગણી સાથે પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને દેખાવો કરવામાં આવ્યા હતા.
સિંધી-બલોચ ફોરમ દ્વારા બ્રિટિશ સરકારના 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેના મુખ્યમથકની સામે યોજાયા હતા.આ દેખાવોનો ઉદેશ્ય કોમનવેલ્થ દેશોને અને દુનિયાને પાકિસ્તાન દ્વારા બલુચિસ્તાન અને સિંધમાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનો તરફ ધ્યાન ખેંચવાનો હતો. આ દેખાવોમાં સિંધ અને બલુચિસ્તાનમાં એકસ્ટ્રા-જ્યુડિશયલ કિલિંગ્સ, ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનું બળજબરીથી નિર્માણ, ધાર્મિક લઘુમતીઓ સામેના હિંસાચાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.