ડોનાલ્ડ ટ્રમ્પ માટે તૈયાર કરવામાં આવી દુનિયાની સૌથી સુરક્ષિત કાર

વોશિંગ્ટન, તા.17
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રંપ માટે ખાસ કરીને ડિઝાઈન કરવામાં આવેલી લિમો કાર ટુંક સમયમાં તૈયાર થઈ જશે.
1.5 મિલિયન અમેરિકન ડોલર (લગભગ 97808400 રુપિયા) કિંમત ધરાવતી આ કેડિલેક કારમાં આઠ ઈંચ જાડા દરવાજા, બોમ્બ-પ્રુફ એક્ટિરિયર અને કેમિકલ અટેક જેવી પરિસ્થિતિ માટે ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે આ કાર ફાઈનલ ટેસ્ટ્સ માટે સિક્રેટ સર્વિસને સોંપવામાં આવી છે.
કેડિલેક કંપનીના પ્રેસિડન્ટ જોહાન ડેએ એક ન્યુઝ કંપનીને જણાવ્યું કે, અમે અમારું કામ સમાપ્ત કર્યું છે અને કાર કસ્ટમરને સોંપી દીધી છે. અમેરિકાની સિક્રેટ સર્વિસના પ્રવક્તાએ આ સમાચારની પૃષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, નેક્સ્ટ જનરેશન પ્રેસિડન્શિયલ લિમોઝીન તૈયાર કરવાની પ્રક્રિયા ટ્રેક પર છે.
આ જ વર્ષે ઉનાળાના અંત સુધીમાં કાર ઓપરેશન યુઝમાં મુકવામાં આવે તેવી શક્યતા છે. આ સિડાન કાર બે જઞટ કરતા પણ લાંબી છે. એક વાર ફાઈનલ અપ્રૂવલ મળી જાય પછી કારને બ્લેક અને સિલ્વર કલરથી પેઈન્ટ કરવામાં આવશે.
કહેવામાં આવે છે કે આ કાર દુનિયાનું સૌથી સુરક્ષિત વાહન છે. બીસ્ટ કારના સ્ટીલના દરવાજા આઠ ઈંચ જાડાઈ ધરાવે છે અને તેનું વજન બોઈંગ 757 જેટલું હોય છે. આ કાર કોઈ પણ પ્રકારના કેમિકલ અને બાયોલોજિકલ અટેકથી સુરક્ષિત હશે.
કારની ફ્યુઅલ ટેન્ક પણ એક્સ્પ્લોઝિવ રઝિસ્ટન્ટ હોય છે. ડ્રાઈવરની બારી જ ખુલી શકે છે. કારના ટાયર ફ્લેટ થઈ જાય તો પણ કાર ચાલી શકશે. કારમાં ઓક્સિજન ટેન્ક પણ મુકવામાં આવ્યા છે. જો કોઈ હુમલો કરે તો તેને વળતો જવાબ આપવા માટે કારમાં બંદૂક પણ છુપાઈને મુકવામાં આવી હશે.
ડ્રાઈવરની બારી સિવાર કારની બારીઓ સીલ કરવામાં આવી હશે. ફ્યુઅલ ટેન્કને પણ આર્મર પ્લેટિંગથી કવર કરવામાં આવશે, જેનાથી તે ફાટવાની ઘટના બનવી અશક્ય છે. આ સિવાય કારમાં નાઈટ વિઝન કેમેરા, ૠઙજ ટ્રેકિંગ અને સેટેલાઈટ કમ્યુનિકેશન સિસ્ટમ હશે, જેનાથી પ્રેસિડન્ટ હંમેશા કનેક્ટ રહી શકશે.
આ સિવાય ઈમર્જન્સી માટે પ્રેસિડન્ટના બ્લડ ગ્રુપનું લોહી પણ કારમાં ઉપલબ્ધ હશે.