કરીએ કાર્ય વધુ ઉત્સાહથી

ધાર્યુ પરિણામ ન મળે અથવા તો અપેક્ષા મુજબનું કશુ ન બને ત્યારે નસીબ અથવા તો નિયતિ વિશે વિવિધ વિધાન ઉચ્ચારવા આપણા માટે સહજ હોય એમ પણ બને! ઘણા ચિંતકો તો એવી વાત કરે છે કે આપણે જે પણ કાંઇ કાર્ય કે કર્મ કરીએ છીએ એ નિર્મિત થતી હોય, આકાર લેતી હોય છે. નિયતિ! સામે એવી પણ વાત મૂકવામાં આવતી હોય છે કે નિયતિમાં જો ઉત્કૃષ્ટકાર્ય કરવાનું નકકી થયેલું હોય છે કે નિયતિમાં જો ઉત્કૃષ્ટ કાર્ય કરવાનું નકકી થયેલું હોય તો જ આપણે એ બધાં કાર્યો કરી શકવામાં થતા હોઇ એ સફળ! આ ચર્ચા હજુ પણ લંબાવી શકાય એમ છે. પણ એમ કરવાને બદલે આપણે એ વાત પર આવીએ જે થકી ઉજજવળ અને ખુબસુરત નિયતિનું અને અદભૂત જિંદગીનું નિર્માણ કરવાનું આપણું સપનુ આપણે કરી શકીએ સાર્થક અને એ રીતે શ્રેષ્ઠ જીવન જીવવામાં પણ આપણને મળે ખૂબ સંગીન અને સાલસ સફળતા પણ! સૌથી મહત્વની બાબત છે કોઇપણ કાર્ય કરવા માટે જરુરી આવડત, પ્રેરણા અને માહોલ પ્રાપ્ત કરવાની. યોગ્ય સમયે અને યોગ્ય મુકામ પર યોગ્ય રીતે કરવામાં આવતું કાર્ય જ આપણાં માટે અને પછી તમામ માટે લાવી શકે છે ખૂબ રસપ્રદ અને ફળદાયી પરિણામ! વિશાળતાથી વિચારવાની એ માટે પાડવી પડે આદત. સાથે સાથે સુટેવ અને કુટેવ વિષે સુસ્પષ્ટ સમજણ પણ આપણી પાસે હોવી ખૂબ જ જરુરી! જ્ઞાન અને કૌશલ્યમાં સાતત્વપૂર્ણ વધારો કરવાની દરેક ક્ષણે આપણને હોય છે જરુરત. અને એ માટે તો કરવા પડે સંનિષ્ઠ પ્રયાસ આપણે દરેક ક્ષણે! માહિતી, જ્ઞાન અને ડહાપણના ભેદ બરાબર સમજાય જાય અને એ પણ એકદમ સમયસર સમજાય જાય એ છે ખૂબ જ જરુરી બાબત આપણા બધા માટે! ડહાપણનો પ્રદેશ એટલો તો વિસ્તરવો જોઇએ કે અનંતતાનો અર્થ એમાં જ થાય સમાવિષ્ટ એવું આપણને સમગ્રતાથી લાગવું જોઇએ! ક્ષણમાં સદી અને સદીમાં ક્ષણને વિસ્તારી કે સમેટી શકવાની ક્ષમતા ત્યારબાદ જ વિકસે અને ખૂબસુરતીથી અદભુત અર્થો પછી ઉઘડે આપણા માટે! નસીબ ક નિયતિ વિશે! સૃષ્ટિમાં કયાંય કૃષ્ણતા નથી! છે તો માત્ર પ્રચૂરતા અને વિપુલતા! વિચારોમાં પણ એવું જ થવું ઘટે! ભાવસૃષ્ટિમાં પણ એમ જ! પ્રત્યેક ક્ષણ આપણને તાજગી અને સંતૃપ્તિનો અહેસાસ કરાવનારી બની શકે તો સમજવું કે આપણે સાચી અને યોગ્ય દીશામાં આગળ ધપી રહ્યા છીએ!
બીજી બાબત છે જૂથ અને સમુદાયની સુખાકારીની! જગતમાં કયારેય કોઇ એકલું સુખી થઇ શકતું નથી! ખરા અર્થમા તો કદી નહીં! આપણને લાગે છે આથી ઉલટું જ!ઘણી વખત આપણને એવો અહેસાસ થાય છે કે જાણે આખુ જગત સુખી છે અને આપણે એકલાં જ દુ:ખી છીએ! પણ એવું કદી હોતુ નથી. ભાવ અને વિચાર તેમ જ વલણ અને દ્રષ્ટિકોણ પણ ખૂબ અગત્યના છે આ પ્રકારની વાત વિચારી અને એના પર વાત કરતી વખતે એક નાનકડો વ્ચિાર જો ખૂબ શકિતશાળી હશે તો સમગ્રતાથી વિચાર સૃષ્ટિને તો એ ઝંકૃત કરશે જ પણ સાથે સાથે વિશાળ સમુદાયને પણ એ અનન્યપણે કરી શકશે પ્રભાવિત!
જન્મથી મૃત્યુ વચ્ચેનો જ અંતરાલ છે એ જ તો છે આપણને મળેલું અદભુત અણમોલ અનન્ય જીવન. જિંદગીનો દરેક દિવસ આપણે જીવવાનો હોય શ્રેષ્ઠતાથી. માત્ર આ વિચાર પર કામ કરીએ તો પણ ઉત્કૃષ્ટ નિયતિ નિર્માણ મટે જરુરી મદદ આપણને મળવા મંડે અને આપણાં માટે જ જાણે ખુશી, આનંદનું થયું હોય નિર્માણ એવું બધાને લાગશે ઘ્યેયલક્ષી કાર્ય કરવા ખૂબ જરુરી છે. સાથે કરુણા અને સદભાવના પણ જો હશે વિચાર, વાણી વર્તનમાં તો નિયત મુકામ સુધી પહોંચવું બનશે સુગમ. ઉપરાંત એમ કરવામાં કદાચ વિઘ્નકે કસોટી આવશે તો પણ તેને શીખવાનો અવસર માનીને આપણને વધુ સુસ્પષ્ટ તેમજ સુસજજ બની શકીશુ અને અદભુત કાર્ય પૂર્ણ પણ કરી શકીશુ!
આટલી વાત પછી એટલુ સુસ્પષ્ટ થાય છે કે નિયતિમાં તો બધુ સારુ જ હોય છે સમાવિષ્ટ! આધાર બધો આપણી સમજણ અને અર્થઘટન કરવાની આપણી ક્ષમતા પર રહેલો છે!
ત્રીજો મહત્વનો મુદો છે અનુભવ સંપદા વિશે અન્યોને ખૂબ તટસ્થ અને રસપ્રદ રીતે વાત કરીએ સમજણના સીમાડા વિસ્તારવાનો! દસ્તાવેજી કરણનો છે આ યુગ! તમામ બાબતને ડિજિટલ સ્વરુપે સાચવવી અને અન્યો સુધી પહોંચતી કરવાનું હવે બન્યું છે ખૂબ જ આસાન!એનો આપણે ઉઠાવવો જોઇએ ભરપુર ફાયદો! સર્જનાત્મક વાતચીત અને ચર્ચાથી જ વાતને વિચારવાનો, વ્યવહારને, કાર્યને, આવડતને તેમજ નિયતિને સરસ રીતે, સમગ્રતાથી સમજી શકયાનું આપણાં માટે બને છે સુગમ અને ખૂબ રોચક! વીતી ગયેલી એક પણ ક્ષણ આપણને કદી પણ નથી મળવાની પરત! વર્તમાનની દરેક પળનું પ્રયોજન સમજાય, હેતુ જો કળાય જાય તો થાય ફાયદો! ભરપુર! અનુભવ અને સ્મૃતિ વચ્ચેના સંબંધને વધુ સુસઝજતા એન દક્ષતાથી આપણે કરવા જોઇએ ઉજાગર! એ થકી ઉત્કૃષ્ટ ભવિષ્યનું નું કરી શકાય નિર્માણ! આપણી સમક્ષ પોતાના રહસ્યો ખોલી દેતી જણાય આપણને નિયતિ!
વિશ્ર્વ વિખ્યાત આઘ્યાત્મીક બાબતોને વિજ્ઞાન મયતાથી રસપ્રદ રીતે સમજાવનાર ડો.વેયન ડાયરના અદભુત પુસ્તક મેની ફેસ્ટ યોર ડેસ્ટિની માંથી પ્રાપ્ત થયેલ અર્ક અને મર્મ પર આધારિત આ વિચારો મેં તમારી સમક્ષ મુકયા! આ પુસ્તક પરના મારા સેશન વખતે પ્રાપ્ત થયેલ પ્રતિભાવથી આજની વાત સમેટીએ! જિંદગી હોય છે હંમેશા ખૂબ જ સરસ અને અણમોલ! એ તો એક અવસર ખુદને જાણવાનો સૃષ્ટિને માણવાનો! ઝડપથી પસાર થતા સમયની સાથે કદમ મિલાવીને જો ચાલી શકીએ તો બને ઉત્કૃષ્ટજીવન વધુ લયબધ્ધ અને તાલબઘ્ધ! નિયતિને નિર્માણ માટે કરીએ કાર્ય ખૂબ જ ખંતથી, ઉત્સાહથી, નિષ્ઠાથી! ભવ્ય વિજય આપણો જ! વાંચજો તમે આ મસ્ત પુસ્તક! હું અટકું હવે! સૌથી મહત્વની બાબત છે કોઇપણ કાર્ય કરવા માટે જરુરી આવડત, પ્રેરણા અને માહોલ પ્રાપ્ત કરવાની. યોગ્ય સમયે અને યોગ્ય મુકામ
પર યોગ્ય રીતે કરવામાં આવતું કાર્ય જ આપણાં માટે અને પછી
તમામ માટે લાવી શકે છે ખૂબ રસપ્રદ અને ફળદાયી પરિણામ ! બુક ટોક સલીમ સોમાણી