જામનગરના વૃધ્ધે બીમારીથી કંટાળીને કરેલી આત્મહત્યા

રસોડામાં કામ કરતા કરતા પડી ગયેલી પરિણીતાનું મોત
જામનગર,તા.21
જામનગર શહેરમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન 2 વ્યકિતના અપમૃત્યુ થયા છે. જામનગરમાં રાજપાર્કમાં રહેતા બુઝુર્ગે બિમારીથી કંટાળી આત્મહત્યા કરી લીધી છે જ્યારે રસોડામાં કામ કરી રહેલી એક મહિલાનું પટકાઇ જતા મૃત્યું નિપજ્યું છે
જામનગરમાં રાજપાર્કમાં રહેતા દિલીપભાઇ હરીલાલ કાકુ નામના 60 વર્ષના બુઝુર્ગે પોતાના હાથ-પગની બિમારીથી તંગ આવી જઇ સુભાષબ્રિજ નજીક આવેલા હઠીલા હનુમાનજીના મંદિર પાસે જઇ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે તેમના મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી છે.
જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર મિથિલા એપાર્ટમેન્ટમાં રહેતી કાજલબેન હિમાંશુભાલ હકીમ નામની 40 વર્ષની પરણિતા ગઇકાલે પોતાના ઘેર રસોડામાં કામ કરતી હતી જે દરમ્યાન એકાએક પડી જતા ઇજા થવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા પછી સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજ્યું છે.