લોકશાહીનો વિજય: ધારી તા.પં.માં અંતે બહુમતધારી કોંગ્રેસને સત્તા

પ્રમુખની ચૂંટણીમાં જયાબેન મકવાણા બિનહરીફ ભાજપના સભ્યને પ્રમુખપદ માટે ‘મદદરૂપ’ થયેલા કોંગીના 3 બળવાખોરને સસ્પેન્ડ કરાયા બાદ કોંગીને શાસનધૂરા
અમરેલી,તા.20
ધારીતાલુકા પંચાયતના પ્રમુખની આજરોજ ચૂંટણીમાં કોંગ્રેસના જયાબેન મકવાણા બિનહરીફ પ્રમુખ જાહેર થયા અને કોંગ્રેસ પરિવારમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે. આ અંગે જિલ્લા પ્રમુખ પંકજભાઈ કાનાબારે જણાવેલ કે ધારી તાલુકા પંચાયતમાં પ્રથમથી જ કોંગ્રેસના 11 સભ્યો, ભાજપના 6 અને અપક્ષ 1 એમ કોંગ્રેસની બહુમતિ હતી પરંતુ ભાજપના કાવાદાવાથી કોંગ્રેસના 3 સભ્યોને બળવાખોર બનાવી તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભાજપના મહિલા સભ્ય હતા જિલ્લા કોંગ્રેસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ એવા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના માર્ગદર્શન હેઠળ જિલ્લા કોંગ્રેસના વ્હીપનો અનાદર કરતા 3 બળવાખોર સભ્યોને ગેરલાયક ઠેરવી સસ્પેન્ડ કરાયા હતા. ફરી ચૂંટણી આવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજભાઈ કાનાબાર અને ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કોકીલાબેન કાકડીયાએ જિલ્લ પંચાયતના યુવ સભ્યો પ્રદિપભાઈ કોટડીયા, વિપુલભાઈ સેલડીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કેહુરભાઈ ભેડા અને તાલુકા પંચાયતના સભ્યો બિચ્છુભાઈ વાળા, બાબુભાઈ સાવલીયા, ચંપુભાઈ વાળા, જયસુખભાઈ જીયાણી, દિનેશભાઈ ગોંડલીયા, ગૌતમભાઈ વાળા, અશોકભાઈ પટોળીયા, સંગીતાબેન વસાવા વિગેરે સભ્યોને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને સાથે લઈ 3 સભ્યોને ફરી જીતાડી કોંગ્રેસે લોકોનો સાથે લઈ ફરી સતા મેળવેલ છે.
પરેશભાઈ ધાનાણી વિરોધ પક્ષના નેતાએ તમામ સભ્યોને ધારી તાલુકા પંચાયતનો સમતોલ અને જનતાને ગમે તેવો સુંદર વહીવટ કરવા સુચના આપી છે.અ