તળાજાના ધારડીમાં નવજાત શિશુનું મોત; રસીકરણમાં ક્ષતિની આશંકા

બપોરે રસી અપાઈ, રાતે તરફડિયા માર્યા, ને સવારે જાગ્યું જ નહીં: વાલીઓ
એક સાથે આઠ બાળકને રસી અપાઈ હતી, અન્ય કોઇને તકલીફ નથી: આરોગ્યમંત્રી ભાવનગર તા,13
તળાજાના ધારડી ગામે દેવીપુજક પરીવારના બાવન દિવસના નવજાત શુશીનું આજે સવારે મોત થયું હતું. મૃત્યુ પામેલ બાળકના પરીવારને વહેમ પડ્યો કે રસીકરણ કરવાથી મૃત્યુ થયેલ છે આથી પીએમ ભાવનગર કરાવેલ છે ત્રાપજ મેડીકલ ઓફીસર અને તળાજા તાલુકા બ્લોક હેલ્થ ઓફીસરે જણાવ્યું હતું કે મોતનું કારણ રસીકરણ નથી જો રસીકરણ હોત તો એકીસાથે આઠ બાળકોને પણ રસી આપવામાં આવી હતી બાકીના કોઇને તકલીફ નથી.ુ
તળાજાના ધારડી ગામના બે માસના બાળકનું સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીએ ગઇકાલે રસીકરણ કર્યુ અને બાળકનું આજે મોત થયાની વાતે ભારે ચકચાર જગાવી હતી જીલ્લા આરોગ્ય તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો હતો.
આ મામલે મૃતક બાળક યુવરાજ મગનભાઇ વાઘેલાના પિતરાઈ ભાઇ જીવન બહાદુરભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે મૃતક યુવરાજ બાવન દિવસનો ગઇકાલે થયેલો તેને ગઇકાલે ત્રાપજ આરોગ્ય કેન્દ્રના કર્મચારીએ બપોરે ધારડીના હેલ્થ વર્કરને સાથે રાખી રસી આપેલ હતી.મોડીરાત્રે બાળકને શારીરીક તકલીફ ઉભી થઇ હતી. તરડીયા મારવા લાગેલ. આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવેલ ટીકડી પીપરાવવામાં આવેલ હતી.
સવારે સાત વાગે બાળકને માતાએ જગાડતા બાળક જાગેલ નહી મૃત્યુ થયાનું માલુમ પડતા ભાવનગર પીએમ કરવા માટે લઇ ગયેલ. પીએમ થયા બાદ સાતેક દિવસમાં પીએમ રીપોર્ટ આવશે તેવું તબીબોએ જણાવેલ છે.
આ બનાવ અંગે તળાજા બ્લોક હેલ્થ ઓફીસર ડો.નીલેશ ગોધાણી તથા ત્રાપજ હેઠળ આવતા ધારડીના મેડીકલ ઓફીસર ડો.પરમારે જણાવ્યું હતું કે ગઇકાલે આઠ બાળકોને બીસીજી, પેન્ટા અને પોલીયો એમ અલગ અલગ રસી આપવામાં આવેલ હતી. તમામને એક જ બોટલમાંથી રસી આપવામાં આવેલ.
જયારે એક જ બોતલમાંથી રસી કરણ થતુ હોય ત્યારે શારીરીક અસર થવી હોય તો બધા જને થાય. અને એ પણ થોડી જ વારમાં રીએકશન દેખાવા લાગે.
આજે દેવીપુજક પરીવારના બાળકના મોતના પગલે જેજે બાળકોને રસીકરણ ગઇકાલે કરવામાં આવેલ તે તમામની તપાસ કરતા તમામ બાળકોને કઇજ તકલીફ હતી નહી. આથી મોતનું કારણ રસીકરણ નથી પરંતુ કંઇક અલગ છે જોકે પીએમ માટે રીપોર્ટ આવ્યા બાદ વધુ સત્ય જાણવા મળશે તેમ ઉમેર્યુ હતું.