તળાજાનાં ભાટીકડા ગામે સામાન્ય તકરારમાં થઈ જૂથ અથડામણ

તળાજાના દુકાનદારને જમીન ખાલી કરવા અપાઈ ધમકી ભાવનગર,તા.13
દાઠા પોલીસ તાબાનાં ભાટીકડા ગામે ગતરાત્રીના સમયે બે જુથ વચ્ચે હથીયારો ધારણ કરી સામ સામે હુમલો કરી ઈજા કર્યાની સામસામે નવ શખ્સો વિરૂધ્ધ બે ફરીયાદ નોંધાઈ છે.
દાઠાના ભાટીકડામાં રહેતા કરશન ભૂપતભાઈ ઢાપા ઉ.વ.40 એ ગામનાજ કામળીયા દિલુભાઈ ભીખુભાઈ ઉમેશ ભાભલુ, જયરાજ બાબુભાઈ, મનુભીખુ, હનુભાઈ દાનુભાઈ વિરૂધ્ધ ચુંટણીની દાજ રાખી ગતરાત્રીના સમયે ફરીયાદીના ભત્રીજા જયદિપને ધમકી આપતા હોઈ પોતે સમજાવવા જતા પગમાં માર મારી ફેકચર કરી નાંખ્યાની ફરીયાદ નોધાવી છે. સામાપક્ષે મનુભાઈ ભીખુભાઈ કામળીયાએ વલ્લભ વશરામભાઈ શીયાળ, કરશન ભુપતભાઈ ઢાપા, ગણેશ કાનાભાઈ સાંખટ, જયદિપ ધનાભાઈ શીયાળ વિરૂધ્ધ વાંછડો બાંધવા બાબતે ધાર્યુ અને પાઈપ વડે પોતાને અને સાહેદોને ઈજા પહોચાડયાની ફરીયાદ નોધાવી છે.
જમીન ખાલી કરાવવા ધમકી
તળાજામા દુકાનદારને જમીન ખાલી કરાવવાની ધમકી આપવા બદલ નોંધાયેલ ફરીયાદ બાદ પોલીસે એક આરોપી વિરૂધ્ધ કાનુની કાર્યવાહી કરેલ છે. શૈલેષ ધાંધલ્યા સહીતના આરોપીની શોધખોળ કરી રહ્યાં છે.
છેલ્લા બે માસ દરમીયાન એક સમયના શાર્પ શુટર તરીકે કુખ્યાત બનેલ શૈલેષ ધાંધલ્યાએ તળાજામાં ઓફીસ ખોલતાં ખંડણી માટે ધમકી અનેક લોકોને મળી હોવાની વાતે સામાન્ય અને વેપારી વર્ગમાં ફફડાટ ફેલાયો છે ત્યારે યોગેશ રામજીભાઈ પરમારને જમીન ખાલી કરાવવાની ધમકી આપતા પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.