અમરેલીમાં ભાજપ દ્વારા ઉપવાસ


અમરેલી: લોકસભામાં બજેટ સત્રમાં કોંગ્રેસ તથા વિપક્ષ દ્વારા વિક્ષેપ કરી લોકસભામાં લોક તંત્રનો અવાજ દબાવવાનો પ્રયાસો કરવામાં આવતાં સમગ્ર દેશમાં ગુરૂવારે તેનો વિરોધ કરવાં માટે ભા.જ.પે ધારણાનો કાર્યક્રમ આપી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.જેનાં ભાગરૂપે આજે અમરેલીના ડો.જીવરાજ મહેતા ચોક ખાતે અમરેલીના ભા.જ.પ.નાં સાંસદ નારણભાઇ કાછડીયાની આગેવાનીમાં ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યકમમાં ગુજકોમાસોલનાં અધ્યક્ષ દિલીપભાઇ સંઘાણી, પૂર્વ જીલ્લા જિલ્લા અધ્યક્ષ ડો.ભરતભાઈ કાનાબાર, શરદભાઈ લાખાણી, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવા.જિલ્લા ભા.જ.પ.ના મહામંત્રી કૌશિકભાઇ વેકરીયા, સહિતના જિલ્લાના ભા.જ.પી. આગેવાનો ઊપસ્થિત રહ્યા હતાં.(તસવીર:મિલાપ રૂપારેલ-અમરેલી)