ભાવનગરના સખવદરમાં જુગારની ક્લબમાંથી 16 શખ્સો ઝડપાયા


ભાવનગર, તા. 13
ભાવનગર નજીકનાં સખવદર ગામની સીમમાં ચાલતી જુગારની કલબ પર દરોડો પાડી એલસીબી પોલીસે જુગાર રમતી બે મહિલા સહિત કુલ 13 શખ્સોને રૂા.5.60 લાખની મતા સાથે ઝડપી લીધા હતાં. મળતી વિગતો મુજબ ભાવનગર એલસીબીના પીઆઈ ડી.એમ. મિશ્રા, પીએસઆઈ એન.જી.જાડેજા તથા સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન પૂર્વ બાતમીને આધારે સખવદર ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતાં ભાવનગરનાં જીતુભાઈ જેન્તીભાઈ, મનોજ ભીખાભાઈ બારૈયા, કમલેશ ભુપતભાઈ ગોસ્વામી ધીરૂભાઈ લક્ષ્મણભાઈ સોલંકી ઘનશ્યામભાઈ મેરામણભાઈ ચૌહાણ અશોક નાગજીભાઈ જગદીશ કાળુભાઈ ભરત શાંતિભાઈ ચૌહાણ મયુર ભોળાભાઈ બારૈયા ફરીદાબેન બરકતભાઈ ખોજા તથા રંભાબેન કાળુભાઈ બારૈયા દેવગણનાં રાજુ શિવાભાઈ પરમાર અને સાજીદ રમજાનભાઈ સહિત કુલ 13ને રોકડા રૂા.69200 મારૂતી ઝેન કાર અને બાઈક તેમજ ગંજીપાના સહિત કુલ રૂા.559720 ની મતા સાથે ઝડપી લીધા હતા અને તમામ વિરૂદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
ગળાફાંસો ખાઈ આપઘાત
ભાવનગર શહેરનાં કુંભારવાડા વિસ્તારમાં રહેતા હેતલબેન રાજુભાઈ ચૌહાણ ઉ.વ.35 એ તેના ઘેર કોઈ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.