શ્રીમદ્ વલ્લભાચાર્યજીના 541માં પ્રાગટ્યોત્સવમાં વૈષ્ણવ સમાજ ઓતપ્રોત; ધર્માનુષ્ઠાન સંપન્ન

ગુરૂવારે પુષ્ટિમાર્ગના પ્રવર્તક શ્રીમદ્ વલ્લભાચાર્યજીના 541માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનો વૈષ્ણવ સમાજ પ્રાગટ્યોત્સવમાં ઓતપ્રોત બન્યો હતો. રાજકોટમાં લક્ષ્મીવાડી હવેલીએથી દર્શનીય શોભાયાત્રા નીકળી હતી. પરાબજાર ખાતેની સાત સ્વરૂપ હવેલીએ બનાવાયેલા 3000 કિલો લાડુ ઉપરાંત આ દિવસે 25000 કિલો લીલું ઘાસ શહેર તથા આસપાસની મોકલાયું ગૌશાળા-પાંજરાપોળની ગાયો માટે મોકલાયું હતું. રાજકોટ-સૌરાષ્ટ્રમાં વૈષ્ણવો હવેલીઓમાં વચનામૃત, નંદ મહોત્સવ(પલના), રાજભોગ તિલક આરતી, મનોરથ, મહાપ્રસાદમાં સામેલ થયા હતા. (તસવીર: પ્રવીણ સેદાણી)