ઝકરબર્ગને માફી પણ ફળી: સંપત્તિમાં રૂા. 18000 કરોડનો વધારો

વોશિંગ્ટન: સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે ડેટાલીક મામલે વધુ એક વખત માફી માંગી છે. ઝકરબર્ગ આ વખતે અમેરિકી કોંગ્રેસ સમક્ષ રજૂ થયા અને માફી માંગી છે. આ સાથે જ તેઓએ અમેરિકી કોંગ્રેસના સેનેટરના તીખા સવાલોનો સામનો કરવો પડ્યો.જે દરમિયાન તેઓ વારંવાર પાણી પીતા અને પરેશાન પણ જણાયા. ફેસબુક દુનિયામાં સકારાત્મકતા માટે કામ કરશે. દુનિયાભરને સોશિયલ નેટવર્કિંગ સાઈટનું ઘેલુ લગાવનાર ફેસબુકના સીઈઓ ડેટાલીક બાદ એવા વિવાદમાં ઘેરાયા છે અને તેઓએ ડેટાલીકને લઈને અમેરિકી સેનેટર્સ સામે પણ માફી માંગવાનો વારો આવ્યો.ઝકરબર્ગ અમેરિકી કોંગ્રેસની સામે રજૂ થયા હતા.અને ત્યાં કેમ્બ્રિજ એનેલિટીકા ડેટાલીકને લઈને તેમના પર સેનેટર્સે સવાલો કર્યા હતા.44 સેનેટર્સ અને દુનિયાભરના કેમેરાની સામે ઘેરાયેલા ઝકરબર્ગે નિખાલસતા પૂર્ણ સોરી તો કહ્યુ પણ કેટલાક સવાલના જવાબમાં તેઓના પરેસેવા છૂટી ગયા. ડેટા લીક મામલે ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ અમેરિકન સેનેટ સામે રજૂ થયાં હતાયં તેમણે ફેસબુક ડેટા લીકની જવાબદારી લીધી હતી. આમ કરવાથી તેમની કંપનીના શેરોમાં તેજી આવી ગઇ છે. ગણતરીના કલાકોમાં તેમની મિકલત 18 હજાર કરોડ વધી ગઇ છે. કંપનીના શેરમાં આવેલા ઉછાળા પાછળનું મુખ્ય કારણ શેરધારકોનો કંપની પર વિશ્વાસ પરત આવવો છે. માનવામાં આવી રહ્યું છે કે ફેસબુક ડેટા લીકને લઇને કંપની સખત પગલાં લેશે અને પ્રાઇવસી પોલીસીને વધુ સધન બનાવશે. હાલ ઝુકરબર્ગ દુનિયાના સાતમા સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. ઉલ્લેખનીય છે કે ડેટા લીક મામલા પહેલા તે દુનિયાના ચોથા ક્રમના સૌથી ધનાઢ્ય વ્યક્તિ હતાં. ઝુકરબર્ગ પાસે ફેસબુકની 16 ટકા ભાગીદારી છે.