જાલી નોટના આરોપીએ મુંબઇ, ઞજમાં’ય લખણ ઝળકાવ્યા!

સૌરાષ્ટ્રમાં બનાવટી નોટના 3 કેસમાં વોન્ટેડ ચોટીલાનો ચિંટુ 11 વર્ષે પકડાતાં ફિલ્મી સ્ટોરી ખુલી નકલી નોટમાં નામ ખૂલતાં મુંબઇ નાઠો ત્યાંથી અમેરિકા ગયો તો ચોરાઉ કાર રાખવા બદલ 11 દી’ લોકઅપમાં રહયો પરિણીત સ્ત્રીમિત્ર પાછળ ફરી મુંબઇ આવ્યો તો છેડતીનો આરોપ લાગ્યો, ને એમાં પણ તેની ધરપકડ થઇ’તી! સુરેન્દ્રનગર તા,13
ચોટીલા ટાઉનમાં ખીમોઇ હોટલ પાસેથી તા. 16.07.2007 ના ચોટીલા સ્થાનિક પોલીસ દ્વારા બાતમી આધારે રેઇડ કરી, બનાવટી ચલણી નોટો સાથે આરોપીઓ (1) અભય ઉર્ફે અભુ ગીરીશભાઈ શાહ ઉવ. 21 રહે. પંચનાથ મંદિર પાસે, ચોટીલા તથા (2) રણુંભાઈ અનકભાઈ ખાચર કાઠી દરબાર ઉવ. 20 રહે. ખીમોઇ હોટલ પાસે, ચોટીલાને રૂ. 500 ની બનાવટી નોટો નંગ 15 સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ હતા. જે બાબતની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ હતી.
આ ગુન્હાની તપાસ દરમિયાન આ બનાવટી ચલણી નોટના ગુન્હાનો મુખ્ય સૂત્રધાર આરોપી મગનભાઈ ગોપાભાઈ કોળી રહે. છાસિયા તા. જસદણને પણ પકડી પાડવામાં આવેલ હતો. પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં આરોપી સિરાજ ઉર્ફે ચીંટુ મનુભાઈ કાપડિયા ખોજા રહે. ચોટીલાની સંડોવણી બહાર આવેલ હતી.
આ બનાવટી ચલણી નોટના ગુન્હાનો મુખ્ય સૂત્રધાર આરોપી મગનભાઈ ગોપાભાઈ કોળી રહે. છાસિયા તા. જસદણ વિરુદ્ધમાં રાજકોટ શહેરના બેડીપરા વિસ્તારમાં કબીરવન સોસાયટી ખાતે તા. 26.08.2007 ના રોજ રાજકોટ શહેર એસ.ઓ.જી. દ્વારા લાખો રૂપિયાની રૂપિયા 1000 અને 500 ના દરની બનાવટી ચલણી નોટ સાથે રણછોડનગર અને થોરાળા વિસ્તારના આરોપીઓ અશોક રણછોડ સાકરીયા, અશ્વિન કડવાભાઈ ખૂંટ, સહિતના આરોપીઓને પકડી પાડવામાં આવેલા અને આ બાબતે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવેલ, તે ગુન્હામાં તેમજ હાલના બોટાદ જિલ્લા અને જે તે વખતના ભાવનગર જિલ્લા એસ.ઓ.જી.એ બોટાદ જિલ્લાના ટાટમ ગામના અસ સ્ટેન્ડ પાસેથી તા. 25.09.2009 ના રોજ આરોપીઓ રમેશભાઈ ઉર્ફે ગંભુ મથુરભાઈ ભુરવાસીયા તથા ઝાલાભાઈ જાગાભાઈ રાતડીયાને બનાવટી ચલણી નોટ સાથે પકડી પાડવામાં આવેલ, જે અંગે ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવેલ, જે બંને ગુન્હાઓમાં પણ આ મુખ્ય સૂત્રધાર આરોપી મગનભાઈ ગોપાભાઈ કોળી રહે. છાસિયા તા. જસદણની સંડોવણી બહાર આવતા ધરપકડ કરવામાં આવેલ હતી.
હાલમાં વોન્ટેડ આરોપીઓને પકડવાની ઝૂબેશના ભાગરૂપે વોન્ટેડ આરોપી સિરાજ ઉર્ફે ચીંટુ મનુભાઈ કાપડિયા ખોજા રહે. ચોટીલા રાત્રીના સમયે પોતાના કુટુંબીઓને મળવા ચોટીલા ખાતે આવેલ હોવાની બાતમી ચોટીલા પોલીસને મળતા, લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસની ટીમ દ્વારા કોમ્બિંગ નાઈટ દરમિયાન આરોપીને ચોટીલા ખાતે હાઇવે ઉપર નેપચ્યુન હોટલ પાસેથી પકડી પાડી, આરોપી સિરાજ ઉર્ફે ચીંટુ મન્સુરઅલી ઉર્ફે મનુભાઈ કાપડિયા ખોજા ઉ.વ. 37 રહે. ચોટીલા હાલ રખડતોની ધરપકડ કરવામાં આવેલ છે.
આ બનાવટી ચલણી નોટોના ગુન્હામાં પકડાયેલ આરોપી સિરાજ ઉર્ફે ચીંટુ મનુભાઈ કાપડિયા ખોજા રહે. ચોટીલાની ચોટીલા પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરતા, આરોપીએ ગુન્હાની કબુલાત કરેલ ના હતી. પોતે માત્ર આરોપી મગનભાઈ ગોપાભાઈ કોળીને ઓળખતો હોઈ, આરોપી અભય શાહ અને રણુંભાઈ કાઠી સાથે ઓળખાણ કરાવ્યાની કબુલાત કરેલ છે. પોતાનું નામ આરોપી મગન ગોપાભાઈ કોલીએ ગુન્હામાં આપેલ હોઈ, પોતે ગુન્હો કર્યા બાદ પકડાઈ ના જાય તે માટે બોમ્બે મુંબઇ ખાતે મજૂરી કામ માટે જતો રહેલની કબુલાત કરતા, આરોપી પકડાયા અંગેની જાણ બોટાદ પોલીસ તથા રાજકોટ શહેર પોલીસને કરી, વધુ તપાસ તજવીજ પો.ઇ.શ્રી. પી.ડી.પરમાર તથા સ્ટાફે હાથ ધરેલ છે. દરમિયાન બનાવટી ચલણી નોટના મુખ્ય સૂત્રધાર આરોપી મગનભાઈ ગોપાભાઈ કોળી જ્યાં જ્યાં પકડાયેલ ત્યાં પોતાનું નામ આરોપી તરીકે આપી દેતા, ચોટીલા, ગઢડા અને રાજકોટ શહેર ખાતે બનાવટી ચલણી નોટના ગુન્હામાં પોતાને સંડોવી દીધાની કેફિયત ચોટીલા પોલીસ સમક્ષ રજુ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ચોટીલા ઉપરાંત બોટાદ જીલાના ગઢડા પોલીસ સ્ટેશન અને રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવટી ચલણી નોટોના ગુન્હાઓ મળી, કુલ 3 ગુન્હાઓમાં છેલ્લા 11 વર્ષથી વોન્ટેડ નાસતો ફરતો આરોપી છે.સ કેલિફોર્નિયા, ટેકસાસમાં રહ્યો : ગર્લફ્રેન્ડને યુએસમાં ફેરવી
આરોપીએ વધુમાં કબુલાત કરેલ છે કે, પોતે અમેરિકા ખાતે કેલિફોર્નિયા અને ટેકસાસ શહેરમાં રહેતો હતો ત્યારે કેલિફોર્નિયા શહેરમાં અમેરિકન પોલીસ દ્વારા પોતાને ચોરીની કાર રાખવાના તથા ચલાવવાના ગુન્હામાં પકડેલો હતો અને દશેક દિવસ અમેરિકાની જેલમાં રહ્યા બાદ નિર્દોષ છોડવામાં આવેલ હતો. બાદમાં મુંબઇ ઇન્ડિયા ખાતેથી પોતાની જ્ઞાતિની હનીફા નામની મહિલા અમેરિકા ખાતે આવતા, ટેક્સીમાં અમેરિકામાં ફેરવેલ હતી અને હનીફાએ પોતાના પતિ સાથે અણબનાવ હોવાની વાત કરતા, પોતાને છુટ્ટા છેડા લેવા હોઈ, તેને આ હનીફા સાથે પ્રેમ સંબંધ બંધાતા, મોબાઈલ ઉપર તથા ઇ મેલ ઉપર ચેટિંગ ચાલુ કરેલ અને પોતાની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા, પોતે ઇન્ડિયા આવેલ હતો. થોડા સમય દિલ્હી અને ત્યારબાદ હનીફા સાથે થયેલ વાતચીત મુજબ બોમ્બે આવતા, હનીફાના પતિએ દહીંસર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ કરતા, પોતાની બોમ્બે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને તા. 01.03.2018 ના રોજ જામીન ઉપર છોડવામાં આવતા, ગુજરાત આવેલ હોવાની કબુલાત પણ ચોટીલા પોલીસ સમક્ષ કરવામાં આવેલ છે. આમ, પકડાયેલ આરોપી ગુજરાતના આંતર જિલ્લા આરોપી હોવાની સાથે મહારાષ્ટ્રના મુંબઈ શહેરના ગુન્હામાં પકડાતા, આંતર રાજ્ય આરોપી હોવાની સાથોસાથ અમેરિકાના કેલીફોર્નિયા શહેરમાં પકડાયેલ ઇન્ટરનેશનલ આરોપી બન્યો છે.