મંગલકારી શુભ શુકનયુક્ત અખંડ ફળ આપનાર અક્ષય તૃતિયા

(ભાવનાબેન દોશી)
ભારતીય સંસ્કૃતિમાં મુહુર્ત, તિથી, તહેવારનું ખાસ મહત્વ છે. હિન્દુ ધર્મ શાસ્ત્રમાં અનેક દિવસ મુહુર્ત તથા અમુક માન્યતાને કારણે શુભ માનવામાં આવે છે. એમાં પણ અમુક શ્રેષ્ઠ દિવસોમાં સમગ્ર દિવસ શુભ હોઇ તેને વણજોયુ મુહુર્ત કહેવામાં આવે છે. આવો જ શુભ શુકનવંતો દિવસ છે અખાત્રીજ અખા એટલે આખી, અખંડ આ તિથીને વધઘટની કોઇ પ્રક્રિયા લાગુ પડતી નથી ક્યારેય આ તિથીનો ક્ષય થશે નહીં કાળ સંદર્ભમાં આવા દિવસો પવિત્ર હોય છે. એટલે આવી તીથી પર સ્નાન, દાન, તપ, ધર્મ, ભકિત કરવાનું સુચન કરવામાં આવે છે.
ત્રેતાયુગનો પ્રારંભ થયો તે દિવસ વૈશાખ સુદ ત્રીજ હતો કલેશદાયક કાળનો અંત અને બીજા યુગનો આરંભ જે શુભ ક્ષણ સુચવે છે અને સંપૂર્ણ દિવસનું મુહુર્ત કેવળ એક ક્ષણ દ્વારા જ સાધ્ય કરી શકાય છે પરંતુ સંધિકાળને કારણે તેનું પરિણામ 24 કલાક સુધી રહેતુ હોવાથી તે સંપૂર્ણ દિવસને શુભ માનવામાં આવે છે. દેવતાઓની કૃપાદૃષ્ટિ અખંડ રહે તેમજ પિતૃઓને પણ યોગ્ય ગતિ મળે તે માટે આ દિવસે તલ તર્પણનું મહત્વ છે સૌથી પહેલા એવા રાજા ભગવાન ઋષભદેવજી હોવાથી પ્રથમ રાજર્ષિના પ્રથમ પારણાનો દિવસ તે અક્ષય તૃતિયા દરેક સંપ્રદાયમાં અક્ષય તૃતિયાનું મહત્વ
આદિનાથ ભગવાને 13 માસ અને 10 દિવસ સુધી તપ આરાધના કરી આ દિવસે પારણા કર્યા હતા.
તેથી જૈન ધર્મમાં આ દિવસે વરસીતપના પારણા કરવામાં આવે છે તો અનેક તપસ્વીઓ આ દિવસથી વરસીતપનો શુભ આરંભ પણ કરે છે.
સ્વામીનારાયણ મંદિર તેમજ હવેલીમાં આ દિવસથી ભગવાનને ચંદનના વાઘાનો શણગાર કરવામાં આવે છે. આ દિવસોમાં ગરમીના પ્રકોપને કારણે ઠંડક માટે ચંદનના વાઘાથી સજાવવામાં આવે છે.
આ દિવસે મહાભારતનું યુધ્ધ પૂર્ણ થયું હતું. દ્વાપર યુગનું સમાપન થયું હતું. વૃંદાવનમાં બાંકે બિહારીના ચરણાર્વિંદના દર્શન આજ દિવસે થાય છે. આ પાવન દિવસે રથયાત્રાના દિવસે નીકળનારા ભગવાનના સમાર નિર્માણ કાર્યનો પરંપરા અનુસાર પ્રારંભ કરવામાં આવે છે.
આ દિવસે શ્રી વલ્લભાચાર્યજીએ શ્રીનાથજીનું સ્વરૂપ પધરાવ્યું હતું.
વૈષ્ણવ મંદિરો હવેલીમાં આ દિવસથી સફેદ ચંદરવા, અને ખસના પડદા બંધાય છે તેમજ મલમલના આછા વસ્ત્રો ધરાવી સેવા કરાય છે. જૈન ધર્મ મુજબ અક્ષય તૃતિયા આ અખાત્રીજને દિવસે પાત્રદાનની પ્રવૃતિ પહેલીવહેલી થયેલી હોવાથી લોકોને
સાધુમાર્ગનું અક્ષયપણું લાગ્યું અને તેથી આ દિવસને અક્ષયતૃતિયા એટલે અખાત્રીજ કહી.
* સૌથી પહેલા એવા રાજા ભગવાન ઋષભદેવજી હોવાથી પ્રથમ રાજર્ષિના પ્રથમ પારણાનો દિવસ તે અક્ષય તૃતિયા
* વ્યવહારમાં આવેલા તે વખતના સકલ દેશોના રાજાઓના િ5તાના પહેલ વહેલા પારણાનો દિવસ તે અક્ષય તૃતિયા
* પ્રભુના અનાહારપણાને લીધે સંતૃપ્પ્ત થયેલા સકલ દેશના પ્રજાજનોને સાંત્વના આપનાર દિવસ તે અક્ષય તૃતિયા
* શુદ્ધ-દેહ-વસ્તુનો ‘તીર્થંકર’ મહારાજ જેવા શુદ્ધતમ પાત્રમાં શ્રેયાંસકુમાર સરખા શુદ્ધ ભાવવાળને હાથે દાન થવાનો દિવસ તે અક્ષય તૃતિયા.
* સુર, અસુર દાનવ અને નરેન્દ્રોને પણ પહેલાવહેલા આનંદિત કરનારો દિવસ તે અક્ષય તૃતિયા.
* પહેલા ભગવાન પહેલું દાન, પહેલો દાતાર, પહેલાવહેલાં દેવનો સુપાત્રમાં ઉપયોગ થવાનો દિવસ તેનું ના અક્ષયતૃતિયા.
* સૂર્યના છૂટા પડેલા કિરણો પાછા જોડવાથી સૂર્ય શોભ્યો, શ્યામ મેરૂ અમૃતના સિંચનથી ઉજ્જવળ થયો. અને રિપુ સાથે યુધ્ધ કરતો મહાપુરૂષ શ્રૈયાંશની સહાયથી જીત્યો એ સ્વપ્ન દેખવાથી પ્રવર્તેલ દાનધર્મનો દિવસ તે અક્ષય તૃતિયા.
* શ્રેયાંસકુમાર, સુબુદ્ધિ શેઠ અને રાજાને સ્વપ્ન આવવાપૂર્વક પ્રવર્તેલ દાન-ધર્મનો દિવસ અક્ષય તૃતિયા. સિધ્ધયોગનો મહાસંયોગ
વૈશાખ સુદ ત્રીજ બુધવાર તા.18-4-ર014 આ દિવસે અખાત્રીજ, પરશુરામ જયંતી અને ત્રેતાયુગનો પ્રારંભ થાય છે. આ વર્ષે અખાત્રીજ બુધવારે આવતી હોવાથી શ્રેષ્ઠ ગણાય છે. સાથે આ વર્ષ આખો દિવસ સિધ્ધયોગ પણ છે. અખાત્રીજનું મહત્વ ભવિષ્ય પુરાણમાં વર્ણવેલું છે. આ દિવસે ઉપવાસ અથવા એકટાણું કરવું પિતૃતર્પણ કરવું. કૃષ્ણ ભગવાનનું પુજન કરવું. આ ઉપરાંત તીર્થોમાં સ્નાન કરવું પણ ઉતમ છે. અખાત્રીજના દિવસે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં છે. ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં બિરાજમાન છે. આથી સૂર્ય ચંદ્ર બંનેનું તેજ પૃથ્વી ઉપર અને મનુષ્ય ઉપર રહે છે. આને લીધે કરેલું દાન અને પુણ્ય બંને અક્ષય બની જાય છે જેથી કરેલ છે.
આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવી આર્થિક મુસીબત માટે શ્રીસુકતના પાઠ આરોગ્ય માટે પુરાણોકત રૂદ્રાભિષેક અથવા રૂદ્રીના પાઠ કરાવવા મહાદેવજીની પુજા કરવી ઉતમ રહેશે. તે ઉપરાંત જળનું દાન દેવું. માટીના ઘડામાં જળ ભરી તેનું દાન આપી શકાય. ગાયોને ઘાસચારો પણ ઉત્તમ ગણાય છે.
- શાસ્ત્રી રાજદીપ જોષી આ દિવસને ક્રિયા સાથે નહીં કર્મ
સાથે જોડીએ
આ નશ્ર્વર જગતમાં કોઇ વસ્તુને અક્ષય કહેવામાં આવે તો તે શ્રેષ્ઠ જ હોય. આ દિવસની ક્રિયા નષ્ટ થાય તેવી ન હોય તો પછી શા માટે કોઇ ક્રિયા સાથે જોડવું. આ દિવસે ધ્યાન સાધના, તપ-જપ-હોમ-હવન કરીને આત્માને ઉર્ધ્વગામ આપીએ. દેવતા અને પૂર્વજોને તલઅર્પણ દેવતાઓની કૃપાદૃષ્ટિ અખંડ રહે તેમજ પિતૃઓને પણ યોગ્ય ગતિ મળે તે માટે આ દિવસે તલ તર્પણનું મહત્વ છે. તલ તર્પણ એટલે દેવતા અને પૂર્વજોને તલ તથા પાણી અર્પણ કરવુ દેવતાઓનું આહવાન કરી તાંબાની કે કોઇ પણ થાળીમાં દેવતા સુક્ષ્મરૂપે પધાર્યા છે તેવો ભાવ રાખી તેમના ચરણોમાં તલ અર્પણ કરી રહ્યા છીએ એવું વિચારવું અને પિતૃઓ માટે બે થાળીમાં તલ અને ચોખા લઇ તલમાં શ્રીવિષ્ણુ અને બ્રહ્માજી પધાર્યા છે તેવો ભાવ રાખી હથેળીમાં તલ લઇ તેના પર ધીરેધીરે પાણી રેડતા
તેમના ચરણોમાં જળ અર્પણ કરીએ છીએ તેમ વિચારવું. દાનનો મહિમા
આ દિવસે આપેલ દાનનો કદી પણ ક્ષય થતો ન હોવાથી આ દિવસે કરેલ દાનનું મહત્વ વધી જાય છે. અને તેના કારણે પાપકર્મ ક્ષીણ થાય છે. અને પુણ્યકર્મ બંધાય છે. પુણ્યકર્મ પ્રભુપ્રાપ્તિ માટે હોય છે. તેથી સુપાત્રને દાન કરવુ જોઇએ વળી દાન કર્યા બાદ કોઇ પણ અપેક્ષા ન રાખવી જોઇએ દાનમાં ખાસ કરીને જવ, ઘઉં, ચણા, ચોખા, દુધથી બનેલ વસ્તુ મીઠાઇ, સોનું , પાણી ભરેલ કળશ તેમજ ગરમીના ઋતુમાં ઉપયોગી દરેક વસ્તુ તેમજ બ્રહ્મભોજનનું મહત્વ છે.