સેનસેક્સ 160-નિફ્ટી 41 પોઈન્ટ અપ


આજે સવારે સેન્સેક્સ નિફ્ટીમાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ સુસ્તીની ચાલ હતી. બજાર ખુલતાં ઈન્ડેક્સ સેન્સેક્સ 10 અંકના મામુલો વધારા સાથે 33,950ના સ્તર પર અને નિફ્ટી 13.5 અંક ઘટીને 10,404ના સ્તર પર ટ્રેડ કરી રહ્યા હતા. બજાર અંતિમ કલાકોમાં સેન્સેક્સ 160 પોઈન્ટ વધી 34,095ના સ્તરે તેમજ નિફ્ટી 41 પોઈન્ટ વધીને 10,458ની સપાટીએ ટ્રેડ કરી રહ્યા હતા.