RTE પ્રવેશમાં BPLનો દાખલો ફરજિયાત

  • RTE પ્રવેશમાં BPLનો દાખલો ફરજિયાત

વિવાદી પ્રવેશ પ્રક્રિયા ખાટવા નવા નિયમ જાહેર-કરતો શિક્ષણવિભાગ વોર્ડ પ્રમાણે સ્કૂલની ફાળવણી કરાશે : વાલીઓ 6 કી.મી.ના દાયરામાં જ સ્કૂલની પસંદગી કરી શકશે
રાજકોટ તા,12
સરકારે અંતે મોડે મોડે આરટીઈ હેઠળ ધો.1માં પ્રવેશ માટેની પ્રક્રિયા જાહેર કરી છે.જે મુજબ 19મીથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે .19 એપ્રિલથી 5મે સુધી વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે.બોગસ પ્રવેશ રોકવા અને દૂર દૂરની સ્કૂલો વાલીઓને ફાળવાઈ જતી હોવાથી થતા અનેક વિવાદોને પગલે રોકવા માટે આ વર્ષે કેટલાક નવા નિયમો કરવામા આવ્યા છે.જે મુજબ હવે વાલીને વોર્ડ પ્રમાણે સ્કૂલની પસંદગી મળશે અને બીપીએલ કાર્ડનો દાખલો પણ ફરજીયાત કરાયો છે.
પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી સહિતની તામામ સ્કૂલોમાં 25 ટકા બેઠકો પર ધો.1 માં 2018-19ના વર્ષમાં મફત પ્રવેશ માટેની પ્રક્રિયા જાહેર કરવામા આવી છે. આ વર્ષે એક મહિનો મોડી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ હોઈ 19મીથી ઓનલાઈન ફોર્મ ભરાવવાનું શરૂ કરાશે. વાલીઓ 19મી એપ્રિલથી 5 મે સુધી ઓનલાઈન ફોર્મ ભરીને સ્કૂલની પસંદગી કરી શકશે.
જ્યારે ભરેલ ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ કાઢીને જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે વાલીએ નજીકના સ્વીકાર કેન્દ્ર ખાતે 8 મે સુધીમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે ત્યારબાદ ડોક્યુેમન્ટની ચકાસણી કરી સ્કૂલની ફાળવણી કરીને પ્રવેશના ઓર્ડર આપવામા આવશે. આ વર્ષે સરકારે કેટલાક નવા નિયમો કર્યા છે જે મુજબ હવે વાલીને વોર્ડ પ્રમાણે સ્કૂલની પસંદગી અપાશે.ગત વર્ષે વાલીને 3થી 6 કિલોમિટરમાં આવેલી સ્કૂલની પસંદગી આપવામા આવી હતી.
પરંતુ તેમાં બીજા વિસ્તારમાં આવેલી ભળતા નામ વાળી સ્કૂલની ફાળવણી થઈ જતા અનેક હોબાળા થયા હતા.જેન ેપગલે આ વર્ષે વાલીને પોતાના વિસ્તારના કોર્પોરેશન કે નગરપાલિકા વોર્ડમાં આવેલી સ્કૂલની પસંદગી અપાશે.આ ઉપરાંત હવે વાલી વધુમાં વધુ 6 કિલોમીટરમાં આવેલી સ્કૂલની જ ઓનલાઈન પસંદગી કરી શકશે.
ગત વર્ષે ઓનલાઈન ફોર્મેટમાં વાલી જ્યારે ત્રણ સ્કૂલના વિકલ્પ પસંદ કરતા હતા ત્યારે 6 કિ.મી.થી વધુના એરિયાવાળી સ્કૂલ પણ પસંદ થઈ જતી હતી પરંતુ હવે નવા ઓનલાઈન ફોર્મેટમાં વાલી 7 કિ.મી.માં આવેલી સ્કૂલની પસંદગી જ નહી કરી શકે.વાલીને સ્કૂલ લિસ્ટમાં નામ દેખાશે પરંતુ તે સિલેક્ટ નહી કરી શકે.આ ઉપરાંત હવેથી બિપીલ કાર્ડ ધરાવતા વાલીએ ફરજીયાત બીપીએલનો દાખલો આપવો પડશે.   જનરલ-અનામત કેેટેગરી માટે
આવક મર્યાદામાં વધારો કરાયો
સરકારે આ વર્ષે આરટીઈમાં જનરલ કેટેગરી તથા અનામત કેટેગરીમાં આવતા વાલીઓની આવક મર્યાદામાં કર્યો છે.જે મુજબ એસસી ,એસટી ,ઓબીસી તથા જનરલ કેટેગરી માટે શહેરી વિસ્તારમાં 68 હજારથી આવક મર્યાદા વધારીને 1.5 લાખ કરાઈ છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 47 હજારથી વધારીને 1.20 લાખ આવક મર્યાદા આરટીઈ પ્રવેશ માટે કરવામા આવી છે.