અમરેલીમાં એક જ સમાજના બે જુથ વચ્ચે અથડામણ: હવામાં ફાયરીંગ

એક જુથ દ્વારા ત્રણ ચાર રાઉન્ડ હવામાં ગોળીબાર કરાયાની ચર્ચા

કાર પાર્કિગ બાબતે મામલો બિચકયો: તલવાર લાકડી, ધોકા જેવા હથીયારો ઉડ્યા
અમરેલી, તા. 12
અમરેલીનાં બડારપરા વિસ્તારમાં ગઈકાલે ફોર વ્હીલ પાર્કિગ કરવાનાં મુદ્દે મુસ્લીમ સમાજના બે જુથ સામસામે આવી અથડાતા તલવાર, લાકડી જેવા હથીયારો તથા એક જુથે કરવામાં 3 થી 4 ફાયરીંગ કર્યાની સામસામી પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
આ બનાવમાં પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી બહાપરા વિસ્તારમાં રહેતા અલ્તાફભાઈ અબ્દુલભાઈ રાત્રીના ઘરની ડેરી પાસે ઈબ્રાહીમભાઈ સૈયદ છેલ્લા 4 દિવસથી ફોર વ્હીલ પાર્ક કરેલ હોય જેની અલ્તાફભાઈનાં પત્નીએ જીવુબેન ઈબ્રાહીમભાઈ સૈયદને ગાડી ડેલી આગળથી હટાવી લેવા કહેતા મોડમીન ઈકબાલભાઈ સેલોત, જીલુબેન ઈબ્રાહીમભાઈ સૈયદ, ઈકબાલ ગનીભાઈ સેલોત, ઈદ્રીશ ઈબ્રાહીમભાઈ સૈયદ, અંજુમ ઈકબાલભાઈ સેલોત, ઈમરાન ઓસમાણભાઈ સેલોત વિગેરેએ ગેરકાયદે મંડળી રચી લાકડી પાઈપ જેવા હથીયારોથી અલ્તાફભાઈ તથા તેમના પરિવારજનો ઉપર હુમલો કરી તથા ઈકબાલભાઈ સેલોતે પોતાની બંદુકમાંથી હવામાં 3 થી 4 ફાયરીંગ કર્યા હતાં જો કે આ ફાયરીંગની ઘટનામાં કોઈને ઈજા થવા પામી નહતી આ અંગે અલ્તાફભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
તો સામા પક્ષે મોકસીન ઈકબાલભાઈ સેલોતે પણ પોલીસ ફરિયાદ કરતાં જણાવ્યું કે ગઈકાલે રાત્રીનાં સમયે પોતે પોતાના ઘરે ટીવી જોતા હતા ત્યારે બહાર તેમના ફઈ જીલુબેનનાં ઘરે બોલાચાલી થતી હોય, જેથી તેઓ ત્યાં તપાસ કરવા જતા તેજ વિસ્તારમાં રહેતા અમીન સુલેમાનભાઈ રાઠોડ, રજાકભાઈ, રહીમ કાળુભાઈ રાઠોડ, ફેજલ રાઠોડ, અલ્તાફ ઉર્ફે અલ્તુ ઘોઘાભાઈ રાઠોડ, વસીમ ઘોઘાભાઈ રાઠોડ, તથા શાહરૂક રજાકભાઈ રાઠોડ વિગેરેએ ગેરકાયદે મંડળરી રચી ઘાતક હથીયાર સાથે જીલુબેન સાથે ઝઘડો કરતા જતા મૌસીનભાઈ સમજાવવા જતા તેમનો ઉપર ધોકા વડે હુમલો કરાયો હતો ત્યારે તે સમયે મૌસીનભાઈના પિતા ઈકબાલભાઈ છોડાવવા જતા તેમના ઉપર તલવાર વડે હુમલો કરી માથામાં ઈજા કર્યાની ફરીયાદ સીટી પોલીસમાં નોંધાવી છે.
આ બનાવમાં બન્ને પક્ષોનાં લગભગ 10 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થતા તમામને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે. આજે વહેલી સવારે પોલીસે બન્ને પક્ષોની ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવનાં પગલે અમરેલીમાં ભારે ચકચાર મચી જવા પામી છે.