એપલે અત્યાર સુધીનું સૌથી સસ્તું iPad લોન્ચ કર્યુ

જાણીતી ટેકનોલોજી કંપની એપલે અમેરિકામાં યોજાયેલી એક ઈવેન્ટમાં પોતાના નવા શઙફમ ડિવાઈસને લોન્ચ કર્યું છે. યુવાનોમાં લોકપ્રિય શઙફમને ખાસ કરીને સ્ટૂડન્ટ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. આ શઙફમને કંપનીનું અત્યાર સુધીનું સૌથી સસ્તું શઙફમ જણાવાઈ રહ્યું છે. 9.7 ઈંચનું આ શઙફમ એપલ પેન્સિલ પણ સપોર્ટ કરે છે.
એપલે તેના ગ્રાહકો માટે તેના 32 જીબી (વાઈફાઈ) મોડલની કિંમત 329 ડોલર (લગભગ 21,338 રૂપિયા) રાખી છે, જે સ્ટૂડન્ટ્સને 299 ડોલર (લગભગ 19,319 રૂપિયા)માં મળશે. તો તેના 32 જીબી (વાઈફાઈ+સેલ્યુલર) મોડલની કિંમત 459 ડોલર રાખી છે. ભારતમાં આ ટેબલેટ આ વર્ષે એપ્રિલમાં આવવાની શક્યતા છે. ભારતમાં આ શઙફમના 32 જીબી વર્ઝનની કિંમત 28,000 રૂપિયા અને 32 જીબી (વાઈફાઈ+ સેલ્યુલર) વર્ઝનની કિંમત 38,600 રૂપિયા રહેશે.
ખાસ કરીને એજ્યુકેશનને ધ્યાનમાં રાખીને બનાવાયેલા આ શઙફમમાં આગળની તરફ ટચઆઈડી આપવામાં આવી છે. તેમાં ફેસટાઈમ ફ્રન્ટ કેમેરો અને 8 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ શઙફમ એલટીઈ સપોર્ટની સાથે આવશે અને કંપની દાવો કરે છે કે તેમાં 10 કલાકની બેટરી બેકઅપ મળશે.
તેમાં એ10 ફ્યૂઝન ચિપસેટ આપવામાં આવી છે અને તે અછ (આગ્મેન્ટ રિએલિટી) એપ્સ પણ સપોર્ટ કરશે. અન્ય ફીચર્સની વાત કરીએ તો ફોનનો રિયર કેમેરો ફુલ એચડી વીડિયો સપોર્ટ કરે છે.
જીપીએસ, કમ્પસ અને ટચઆઈડી ઉપરાંત તે 300એમબીપીએસ સુધીની એલટીઈ કનેક્ટિવિટી પણ સપોર્ટ કરે છે. તે ઉપરાંત કંપનીએ સ્ટુડન્ટસને ધ્યાનમાં રાખીને તેમાં ફ્રાગેપીડિયા, ફ્રી રિવર્સ અને ઘણી અન્ય એપ્સ આપવામાં આવી છે. સ્ટૂડન્ટ્સ માટે તેમાં આઈક્લાઉટ સ્ટોરેજને પણ
5-જીબીથી વધારીને 200 જીબી કરી દેવાઈ છે.