ફોન અડ્યાં વગર આ રીતે કરો કોલ અને મેસેઝીસ !

માર્કેટમાં અનેક પ્રકારના નવા નવા સ્માર્ટફોન આવી રહ્યાં છે. જે ટેક્નોલોજીની દ્રષ્ટિએ બેજોડ હોય છે. આજે અમે તમને સ્માર્ટફોનના સ્માર્ટ વપરાશ વિશે જણાવીશું. ધારો કે, તમારા બન્ને હાથ વ્યસ્ત હોય અને ઈયરફોન લગાવી રાખ્યાં હોય અને તમારે જરૂરી કોલ કરવાનો છે તો કેવી રીતે કરશો?
જો તમારી પાસે એન્ડ્રોઈડ ફોન છે તો ૠજ્ઞજ્ઞલહય અતતશતફિંક્ષિં વિશે તો તમે જાણતાં જ હશો.
ૠજ્ઞજ્ઞલહય અતતશતફિંક્ષિં હવે હિંદી ભાષા પણ સમજી શકે છે.
ૠજ્ઞજ્ઞલહય અતતશતફિંક્ષિં એક વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ છે. જે તમારા કામને સરળ બનાવે છે. આ ફંક્શન કેલેન્ડર, જીમેઈલ, સર્ચ, ફોટો, મેપ અને આવી અસંખ્ય એપને તમારા બોલવા પર જ એક્ટિવ કરી દે છે.
ગૂગલ આસિસ્ટન્ટની મદદથી તમે કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા તમારા દોસ્ત, પરિવારના કોઈ સભ્યોને વોઈસ કમાન્ડ આપીને કોલ કરી શકો છો. આ માટે તમારે હોમ બટનને અથવા ઈયરફોનના બટનને થોડીવાર દબાવી રાખો. આ પછી ગૂગલ આસિસ્ટન્ટ સક્રિય થઈ જશે. જ્યાં તમે ‘ઓકે ગૂગલ’ કહો. આ પછી તમે કોઇને પણ કોલ કરવાનું કહી શકો છો. ધારો કે, તમે તમારા દોસ્તનો નંબર ‘ફ્રેન્ડ’થી સેવ કર્યો છે. તો કહો કે,’કોલ ફ્રેન્ડ’ આવું કહેતાં જ ૠજ્ઞજ્ઞલહય અતતશતફિંક્ષિં તરત જ નંબર શોધીને ખરાઈ કરવાનું કહેશે અને તરત જ કોલ કરશે.
સૌથી પહેલા ઘઊં ૠજ્ઞજ્ઞલહય કહો. આ પછી જેને મેસેજ કરવાનો છે. તેનું નામ લેતાં પહેલા કહો ‘મેસેજ ટૂ’ આ પછી ગૂગલ કોન્ટેક્ટ લિસ્ટમાંથી શોધીને આપશે. આ પછી કહેશે કે તમારો મેસેજ શું છે. આ રીતે તમે ૠજ્ઞજ્ઞલહય અતતશતફિંક્ષનિીં મદદથી ઈમર્જન્સી સ્થિતિમાં, મિટિંગમાં, બસ અથવા ટ્રેનમાં, મેસેજ દ્વારા તમે તમારી વાત પહોંચાડી શકો છો.
આ રીતે ૠજ્ઞજ્ઞલહય અતતશતફિંક્ષિં તમારૂ કામ સરળ બનાવશે. તમે આ જ રીતે વોટ્સએપ પર પણ મેસેજ કરી શકો છો. વોટ્સએપ પર મેસેજ કરવા માટે તમારે ‘વોટ્સએપ ટૂ’ કહીને તમારે મેસેજ મોકલાવવો પડશે.