તમે શું વિચારી રહ્યાં છો? જણાવશે આ અનોખા હેડફોન!

શું તમને ક્યારેય એવું થયું છે કે ક્યારેક તબિયત ખરાબ હોય અને બોલવાનું જરાપણ મન ન હોય છતાં બળજબરીપૂર્વક બોલતાં હોય? આ સમયે આપણને વિચાર આવે છે કે કાશ કોઈ આપણાં બદલે જવાબ આપી દે તો કેવું સારૂં.
જો તમે આવું વિચારતાં હોય તો હવે તમારે પરેશાન થવાની બિલકુલ જરૂર નથી. હવે એક એવા હેડફોન માર્કેટમાં આવ્યાં છે. જે તમારા મગજમાં ચાલી રહેલી ઘટનાઓ બોલીને સંભળાવી શકે છે.
મેસાચ્યુએટ્સ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઈટી) મીડિયા લેબના રિસર્ચર્સે એક એવું હેડફોન ડેવલપ કર્યું છે. જે તમારા મનના વિચારો જાણી શકે છે. રિસર્ચર્સે આ હેડફોનમાં બ્રેઈન કોમ્પ્યુટર ઈન્ટરફેસ (ઇઈઈં) ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે.
આ હેડફોન શરીરની અંદર ચાલી રહેલી વોકેલાઈઝેશનને ટ્રેક કરે છે.
સામાન્ય રીતે જ્યારે આપણે કોઇ પુસ્તક વાંચીએ છીએ ત્યારે શરીરની અંદર એક પ્રકારનું વાઈબ્રેશન થાય છે. જે વાઈબ્રેશનને આ હેડફોન રીડ કરી લે છે.
આ હેડફોન બ્રેઈનમાં થતાં વાઈબ્રેશનની તીવ્રતા પણ સ્કેન કરે છે. આ ખાસ પ્રકારના હેડફોનને અહયિિંઊલજ્ઞ નામ આપવામાં આવ્યું હતું. આ હેડફોનને ડેવલપ કરનાર ટીમને અર્નવ કપૂરે લીડ કરી છે.
આ હેડફોન મશીન લર્નિંગ ટેક્નોલોજીથી સજ્જ છે. જે ન્યૂરોમસ્ક્યુલર સિગ્નલને શબ્દોમાં બદલી શકે છે. આ ટીમે દાવો કર્યો છે કે
હેડફોન 92 ટકા સુધી ઉત્તમ પરિણામ આપે છે.