હવે એરટેલ આપશે 300Mbpsની સ્પીડ

ટેલિકોમ કંપની એરટેલે સુપર ફાસ્ટ હોમ બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે. એરટેલે કહ્યું કે આ નવા પ્લાન અંતર્ગત ગ્રાહકોને હવે 300ખબાત સુધીની સ્પીડ મળશે. ઉલ્લેખનીય છે કે આ પ્લાન ફાઇબર ટુ ધી હોમ (ઋઝઝઇં) પર આધારિત છે અને આના માટે ગ્રાહકે દર મહિને ભાડા પેટે 2199 રૂપિયા ચૂકવવા પડશે. આ અંતર્ગત 1200ૠઇ અલ્ટ્રા હાઇ સ્પીડ ડેટા આપવામાં આવશે જેમાં અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગ પણ સામેલ હશે.
આ પ્લાન અંતર્ગત ગ્રાહકને એરટેલની એપ્સનું ફ્રી સબક્રિપ્શન મળશે. જેમાં મ્યુઝીક અને એરટેલ ટીવી એપ છે. કંપની મુજબ વીક મ્યુઝિકં 3 મિલિયનથી વધુ ગીત છે, જ્યારે એરટેલ ટીવીમાં 350થી વધુ લાઇવ ટીવી ચેનલ્સ છે અને આમાં 10 હજારથી વધુ ફિલ્મો અને શો છે. ભારતી એરટેલ હોમ્સના સીઇઓ જ્યોર્જ મૈથેને લોન્ચ દરમિયાન કહ્યું કે, ટ ઋશબયનિી સફળતાને પગલે ઋઝઝઇં આધારિત હાઇ સ્પીડ પ્લાન લોન્ચ કરી રહ્યા છીએ.
આગામી સમયમાં અમે ઋઝઝઇંનો વિસ્તાર કરીશું અને કસ્ટમર્સને હોમ બ્રોડબેન્ડ પ્લાન્સમાં વિવિધ કિંમતના પોઇન્ટ પર વધુ ચોઇસ આપીશું.
એરટેલ મુજબ ડેટા ઓવર પ્લાનની પણ શરુઆત કરવામાં આવી છે જેના અંતર્ગત મહિનામાં ડેટા યૂઝ ન થયો તો તે ડેટા આગામી મહિનામાં જોડાઇ જશે. આ ઉપરાંત માય હોમ રિવોર્ડ અંતર્ગત કંપની યૂઝર્સને ફ્રી ડેટા આપવાનો પણ દાવો કરી રહી છે. હાલ કંપની હોમ બ્રોડબેન્ડ અને ફિક્સ્ડ લાઇન સર્વિસને દેશના 89 શહેરમાં પૂરી પાડવામાં આવશે.