IPLની બધી મેચો મોબાઇલમાં જુઓ ફ્રી !

IPL ની 11મી સિઝનનો જોરશોરથી ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. 51 દિવસ ચાલનારી એન્ટરટેઇનિંગ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ 27 મે એ રમાશે. જો તમે ક્રિકેટ ફેન હશો તો વધુ રસ આઇપીએલમાં ધરાવતાં જ હશો. અમુક ક્રિકેટ ફેન્સ કોઇ પણ ભોગે આઇપીએલ મેચ જોવા માગશે.
આઇપીએલની મેચોનું મોબાઇલ પર પ્રસારણના રાઇટ્સ જિયો, એરટેલ અને હોટસ્ટારે ખરીદ્યા છે. ત્રણેય કંપનીઓ આઇપીએલની મેચો લાઇવ દેખાડશે પરંતુ દરેકની કેટલીક શરતો છે.
માય જિયો એપ: જો તમે એક જિયો પ્રાઇમ યૂઝર છો તો તમે ળુષશજ્ઞફાા પર તમામ મેચો લાઇવ જોઇ શકશો. એટલું જ નહીં કંપની દ્વારા મુંબઇમાં ઘર બેઠા કરોડો રૂપિયા જીતવાની કોમ્પિટિશન પણ રાખવામાં આવી છે. જ્યારે જિયોએ આ માટે 251 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં યૂઝર્સને 51 દિવસ માટે 102 જીબી ડેટા યૂઝ કરવા મળશે.
એરટેલ ટીવી: એરટેલ પણ પોતાની એરટેલ ટીવી એપ પર ફ્રીમાં તમામ મેચ દેખાડશે. જિયોની જેમ એરટેલ પણ પોતાના ગ્રાહકો માટે ઘણી ઓફર્સ લાવ્યું છે.
હોટસ્ટાર: હોટસ્ટાર એપ્લિકેશન પણ આઇપીએલની મેચો મોબાઇલ પર લાઇવ ટેલિકાસ્ટ કરશે. જો કે, હોટસ્ટાર પર મેચ તમે ફ્રીમાં નહીં જોઇ શકો. આ માટે તમારે હોટસ્ટારની 1 વર્ષની મેમ્બરશિપ ખરીદવી પડશે. તેનો ચાર્જ 299 રૂપિયા છે. જો તમે જિયો અને એરટેલ યૂઝર નથી તો હોટસ્ટાર એપ પર તમે આઇપીએલની મજા માણી શકશો. જો તમને 1 વર્ષ માટે 299 રૂપિયાનો ખર્ચ કરવો પોષાય તો હોટસ્ટાર પર આઇપીએલ જોવાનો એક્સ્પીરિયન્સ વધુ સારો નીવડશે. કારણ કે, આ વર્ષે આઇપીએલના રાઇટ્સ સ્ટાર ગ્રૂપે ખરીદ્યા છે. તે સિવાય પણ ક્ધટેન્ટનું સ્ટ્રીમિંગ માયજિયોએપ અને એરટેલ ટીવી એપ કરતાં હોટસ્ટાર પર જોવાની વધુ મજા આવશે.