Whatsappનું આ નવું ફીચર તમને શરમજનક સ્થિતિમાં મૂકી શકે છે !

  • Whatsappનું આ નવું ફીચર તમને શરમજનક સ્થિતિમાં મૂકી શકે છે !

તાજેતરમાં જ સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપે કબૂલ કર્યું હતું કે એ યુઝર્સનો થોડો-ઘણો ડેટા કલેક્ટ કરે છે.
આ બધી ચર્ચાઓ વચ્ચે વોટ્સએપ પોતાના યુઝર્સ માટે નવી નવી સુવિધાઓ અપડેટ કરતું રહે છે. જોકે, હવે વોટ્સએપ એક
એવું ફીચર લાવી રહ્યું છે. જેના લીધે યુઝર્સ શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ શકે છે.
ફેસબુકની માલિકી ધરાવતું વોટ્સએપ એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. વોટ્સએપ પોતાના યુઝર્સ માટે વોઈસ રેકોર્ડિંગમાં ’હજ્ઞભસયમ’ ફીચર લાવી રહ્યું છે. આ ફીચરથી યુઝર્સને માઈક્રોફોન રેકોર્ડિંગ બટન દબાવી રાખવું નહિ પડે. હાલ યુઝર્સને કોઈ રેકોર્ડેડ મેસેજ મોકલવો હોય તો માઈક્રોફોન બટનને દબાવી રાખવું પડે છે.
વોઈસ રેકોર્ડર ’હજ્ઞભસયમ’ ફીચરથી યુઝર્સને રેકોર્ડિંગ બટન દબાવી રાખવામાંથી મુક્તિ મળશે. જોકે, એકબાજુ વોટ્સએપ યુઝર્સની સુવિધા માટે આ ટેસ્ટિંગ કરી રહ્યું છે તો બીજી બાજુ આ ફીચરથી વોટ્સએપ યુઝર્સ તકલીફમાં મુકાઈ શકે છે. ’હજ્ઞભસયમ’ ફીચરનો ઉપયોગ કરતાં યુઝર્સને અડધી સેક્ધડ સુધી રેકોર્ડિંગ બટન હોલ્ડ કરવું પડશે. આ પછી યુઝર્સને હોલ્ડ કરવાની જરૂર નથી. ઓટોમેટિકલી મેસેજ તમારા કોન્ટેક સુધી પહોંચી જશે.
વોટ્સએપે તેના બીટા પ્લેટફોર્મ પર ’ફીમશજ્ઞ હજ્ઞભસ’ ફીચરનું ટેસ્ટિંગ ચાલું કરી દીધું છે. જોકે, આ ફીચરનો સૌથી મોટો ડ્રોબેક એ રહેશે કે એકવાર મેસેજ રેકોર્ડર સ્ટાર્ટ કર્યા પછી 0.5 સેક્ધડ્સ પછી ઓટોમેટિક લોક થઈ જશે. એકવાર એક્ટિવેટ અને લોક થયાં પછી જ્યાં સુધી યુઝર્સ કેન્સલ અથવા સેન્ડ ના કરે ત્યાં સુધી મેસેજ રેકોર્ડ થશે.
આ ’ફીમશજ્ઞ હજ્ઞભસ’ ફીચરના કારણે યુઝર્સને વોઈસ મેસેજીસ મોકલવામાં ખૂબ જ સાવચેતી રાખવી પડશે બાકી તેમને ઓકવર્ડ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. વોટ્સએપે તાજેતરમાં જ પોતાના ફીચરને બે વાર અપડેટ કર્યું હતું. પહેલા યુઝર્સને મેસેજ ડિલિટ કરવા માટે સાત મિનિટનો સમય મળતો હતો જ્યારે હવે એક કલાક જેટલો સમય મળે છે.