એરટેલનો નવો બ્રોડબેન્ડ પ્લાન રૂા.2199માં 1200 જીબી ડેટા

ઇન્ટરનેટ સ્પીડ પણ ત્રણ ગણી! નવીદિલ્હી તા.11
ભારતી એરટેલ નવો હોમ બ્રોડ બેન્ક પ્લાન રજૂ કર્યો છે. જેમાં 300 એમબીપીએસની ઇન્ટરનેટની સ્પીડ આપવામાં આવશે 2199 રૂપિયાનાં કિમંતના પ્લાનમાં 1200 જીબી ડેટા આપવામાં આવ્યો છે.
અગાઉ એરટેલની એફટીટીએચ અર્થાત ફાઇબર ટુ હોમ સર્વીસમાં 100 એમબીપીએસની સ્પીડ અપાતી હતી, અવે આ સ્પીડ ત્રણ ગણી કરવામાં આવી છે. આ સાથે જ આ પ્લાનમાં અનલિમીટેડ એસટીડી લોકલ અને લેન્ડ લાઇન કોલ પણ આપવામાં આવ્યા છે.
એરટેલ 300 એમબીપીએસ વાળા પ્લાનની ઉપલબ્ધતા લોકેશન પર નિર્ભર કરશે તેના માટે એરટેલ.ઇન/બ્રોન્ડબેન્ડ વેબ સાઇટ પર જઇને જોવું પડશે. આટલું જ નહીં કસ્ટમર્સને 1000 જીબીના ડેટા રોલ ઓવર મળશે.
અર્થાત જો બિલ સાઇકલ (ચક્ર) પૂરી થયા બાદ પણ ડેટા બચ્યોરહે તો તેને પછીના મહિનામાં જોડી દેવામાં આવશે. અને આવું ત્યાં સુધી કરવામાં આવશે જયાં સુધી ગ્રાહકના એકાઉન્ટમાં 1000 જીબી ડેટા ન આવી જાય.