શુક્રવારથી રેસકોર્સમાં 4 દિવસીય વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો એન્ડ સમિટ

  • શુક્રવારથી રેસકોર્સમાં 4 દિવસીય વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો એન્ડ સમિટ

15 હજારથી વધુ ખેડૂતો, એન્ટરપ્રેન્યોર્સ, ઉદ્યોગપતિઓ અને કૃષિ રિસર્ચ પ્રોફેશ્નલો ભાગ લેશે
ગ્લોબલ સમિટની વિચારધારા પર આધારીત કૃષિ સાથે જ્ઞાનવધર્ક મેળો, ખેતીની આવક બમણી કરવા રચનાત્મક પ્રયાસ રાજકોટ તા,17
વાઈબ્રાન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો અને સમિટને સૌરાષ્ટ્ર પર કેન્દ્રિત સમાન પ્રકારની પ્લેટફોર્મ ઓફર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વાઈબ્રન્ટ વારસાને સ્થાનીક સ્તરે લાવવાના ખ્યાલ સાથે વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પોમાં સમિટ દ્વારા જ્ઞાન વિતરણ અને માર્કેટ એકસેસ કરાશે એકસ્પોનો ધ્યાન સૌરાષ્ટ્રમાં રોકાણ ખેંચી લાવવાનો નથી, પરંતુ ટેકનોલોજી સુધારો થાય અને સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ટેકનોલોજીના ક્ષેત્રમાં વધુ જાણવાની તક મળે જેથી તેમનું સ્તર વૈશ્ર્વિક ખેલાડીઓની સમાન બની શકે. 15 હજારની વધુ ખેડૂતો, એન્ટરપ્રેન્યોર્સ ઉદ્યોગપતિઓ અને કૃષિક્ષેત્રના રિસર્ચ કરતા પ્રોફેશનલ એકસ્પોમાં ભાગ લેશે. 20થી 23 એપ્રિલ રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં એકસ્પો યોજાશે.
રાજકોટના મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને અન્ય વિવિધ રાજકીય - સામાજિક અને ઔદ્યોગિક આગેવાનોની ઉપસ્થિતિમાં ચાર દિવસની આયોજનોમાં આધ્યાત્મિક મંગળચરણ કરવામાં આવશે ત્યારબાદ સાંજે 4:00 કલાકે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મંત્રી દ્વારા વિધિવત ઉદ્ઘાટન થશે. ગિરિરાજસિંહ, રાધામોહન સિંહ, પુરુષોતમ રૂપાલા, મનસુખભાઈ મડવીયા, સૌરભભાઈ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશભાઈ રાદડિયા વટી, ઉપસ્થિત રહી સર્વે અને માર્ગદર્શિત કરવા પ્રોત્સાહન કરશે. સામાન્ય લોકો માટે મોટિવેશનલ વકતાઓ જેવાકે પ.5ૂ.અપૂર્વ સ્વામી, જય વસાવડા વગેરે લોકો પોતાની વાત કરશે અને બે દિવસ મ્યુઝીકલ નાઈટ અને સનંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર ઓઈલ મીલ્સ એસોસીયેશન ના પ્રેસિડેન્ટ સમીર શાહ એ જણાવ્યું કે ‘વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પોની બીજી આવૃતિમાં 15 હજારથી વધુ ખેડૂતો, એન્ટરપ્રેન્યોર્સ ઉદ્યોગપતિ અને કૃષિક્ષેત્રના રિસર્ચ કરતા પ્રોફેશનલ સહિતના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લેશે. આ સ્મીટ મારફતે સરકારના સત્તાધીશોને સ્થાનિક કૃષિને વૈશ્ર્વિક સ્તરે નોંધનીય બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. સમીટમાં મશીન ઈક્વીપમેન્ટ્સ, પ્રોસેસીંગ યુનિટ, કેમીકલ, પેસ્ટીસાઈડ સહિતના અનેક ઉદ્યોગો પણ ભાગ લઈ રહ્યા છે. ટેકનોલોજી અને નોલેજ ઉપલબ્ધતાની સાથે સાથે ખેડૂતો અને ઉદ્યોગપતિઓને સૌરાષ્ટ્રમાં ટુરીઝમ, હોસ્પિટાલિટી સહિતના બીઝનેસ સેગમેન્ટને પણ વિસ્તારવા અને વિકાસવાની તકો પ્રાપ્ય બનાવાશે. એટલું જ નહી, આ વાયબ્રન્ટ સમીટ મારફતે સૌરાષ્ટ્રના ખેડૂતોને લેટેસ્ટ ટેકનોલોજી, માહિતી અને વૈશ્ર્વિક બદલાવ સહિતના પાસાઓની સમજ આપી તેઓની જ્ઞાનવૃદ્ધ અને ગુણાવત્તાયુક્ત પ્રોડક્ટના હેતુને સાર્થક કરવામાં આવશે. ચાર દિવસના આ વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટમાં દેશ-વિદેશના તજજ્ઞો, નિષ્ણાંતો સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે.’
ગુજરાત એગ્રિકલ્ચર મશીનરી મેનફેકર્ચસ એસોશિયેશન્સ ના પ્રેસિડેન્ટ દિનેશ ખાનપરાના જણાવ્યા મુજબ ‘વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર સમીટમાં મગફળી મહોત્સવનું પણ અનોખુ આકર્ષણ રહેશે. જેનો મુખ્ય હેતુ મગફળી ના ઉત્પાદન માંથી બીજી પેદાશો જેવી કે, બેવરેજીસ, કોશ્મેટીક્સ, પેઈન્ટ્સ, સ્ટેઈન્સ, સ્ટોક ફૂડ્સ, ડ્રાય કોફી, બટર, માયોનીજ, દવાઓ જેવી અનેક વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવે અને સૌરાષ્ટ્રની મગફળીને વિશ્ર્વકક્ષાની વસ્તુઓમાં વાપરી શકાય છે. આ એક્સપોને કૃષિની થીમ પર કરવાનું બીજુ કારણ જાઈએ તો ભારતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો 13.68 ટકા જેટલો સિંહફાળો છે. દેશમાં કૃષિક્ષેત્રના કારણે 54.6 ટકા રોજગાર પ્રાપ્ય બને છે. તો, દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રના 14.7 ટકા હિસ્સાને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી.’
આ સમિટના આયોજક ઓકટાગોન કોમ્યુનિકેશનના સીઈઓ સંદીપ પટેલે જણાવ્યું હતું કે આ એકસ્પોમાં એગ્રિકલ્ચર ઈન્ડસ્ટ્રી તથા વિવિધ ઉદ્યોગો સાથે જોડાયેલા 12થી વધુ દેશો જેવા કે ઈઝરાઈલ, યુએસએ, થાઈલેન્ડ, કેનેડા, શ્રીલંકા, બ્રાઝીલ, તુર્કી, જાપાન, ઈન્ડોનેશિયા, રશિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને ભારતના અનેક રાજ્યોમાંથી લોકો ભાગ લેશે. કૃષિ અને કેટલાક સંબંધિત ઉદ્યોગો માટેનું આ પ્રદર્શન, સેમિનાર, સમિટ, બી 2 બી મીટ, નેટવર્કિંગ એક સાથે જોડાયેલ છે. કૃષિ ઉપરાંત કાપડ અને એપેરલ્સ, હસ્તકલા, ખાણકામ અને ખનિજો, ફીશીન્ગ અને મરીન સાલવેજ, ઈમારતી અને લાકડું, ઈમીટેશન દાગીના, ક્ધઝયુમર અને કીચન એપ્લાયન્સીસ, હેલ્થ ટુરીઝમ, રિયલ એસ્ટેટ અને સ્માર્ટ સીટીસ, કેમીકલ અને સિમેન્ટ, એન્જિનિયરિંગ અને મશીન સાધનો, કપાસ અને યાર્ન, ખાદ્ય તેલ, મેટલ ફેબ્રિકેશન હાર્ડવેર અને ઘણા બધા વિવિધ ક્ષેત્રો આ એકસ્પોનો ભાગ પણ જોવા મળશે.