વોર્ડ નં.12માં 27 બાંધકામો તોડી પડાયા: 97.57 કરોડની જમીન ખુલ્લી કરાઇ

વન વીક વન રોડ અંતર્ગત આજે અસરકારક કામગીરી પૂર્ણ ક્ષ મનપાના 8 પ્લોટ પરથી ડેલા અને મકાનોના બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું
રાજકોટ તા.17
રાજકોટ મહાનગરપાલીકાના સાત વિભાગ દ્વારા આજરોજ વન વીક વન રોડ અંતર્ગત વોર્ડ નં.11 અને 1ર માં પાર્કીંગ તેમજ માર્જીન તથા ટીપી સ્કીમના અલગ અલગ અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદેસર ઓરડી તેમજ સેન્ટીંગના ડેલા અને મકાન સહિતના બાંધકામો પર આજરોજ બુલડોઝર ફરી વળ્યું હતું. કુલ 14 સ્થળોએ દબાણ દુર કરતા મહાનગરપાલીકાની કરોડો રૂપિયાની જમીન ખુલ્લી થઇ હતી.
મનપાના ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી. સાગઠીયાના જણાવ્યા મુજબ આજરોજ વન વીક વન રોડ અંતર્ગત વોર્ડ નં.11 તથા 1ર માં પાર્કીંગ તેમજ માર્જીનની જગ્યામાં થયેલા ઓટલા તેમજ પતરાના દબાણો દુર કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 1પ0 ફુટ રીંગરોડ પર હોટલ ફોરચ્યુનની બાજુમાં આવેલ મનપાના અનામત પ્લોટ પર થયેલ અસંખ્ય બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા અને વર્ષોથી કબ્જે રહેલ કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા 1પ0 ફુટ રીંગરોડ પર ટીપી સ્કીમ નં.ર1 માં મવડી વાણીજ્ય હેતુના રીઝર્વેશન પ્લોટ નં.19 એ, 18 એ ઉપર થઇ ગયેલ ઝુંપડા તથા બે ઓરડી, 10 કેબીનો અને સેન્ટ્રીંગના ડેલાનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. તેવી જ રીતે ટીપી સ્કીમ નં.ર1 માં અનામત પ્લોટ પર થયેલ ત્રણ રૂમ, બે ડેલા, 1 વરંડા સહિતના બાંધકામો હટાવ્યા બાદ ટીપી સ્કીમ નં.ર1 માં પ્લોટ નં.રપ પર થયેલ કમ્પાઉન્ડ વોલ અને ઓરડીનું બાંધકામ તેમજ રીઝર્વેશન પ્લોટ નં.ર7 પર થયેલ 4 પતરાવાળી રૂમ અને રીઝર્વેશન પ્લોટ નં.43 એ ઉપર થયેલ રૂમ તથા ટોયલેટ-બાથરૂમના બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.
વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજરોજ ટાઉન પ્લાનીંગ વિભાગ તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દબાણ હટાવ શાખા રોશની વિભાગ અને પર્યાવરણ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાય હતી. જેમાં ટાઉન પ્લાનીંગ વેસ્ટ ઝોન એટીપી પી.ડી.અઢીયા તેમજ વેસ્ટ ઝોનનો તમામ ટીપી સ્ટાફ પર્યાવરણ ઇજનેર ડી.યુ.તુવર તેમજ રોશની શાખાનો સ્ટાફ અને કાયદો-વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજીલન્સના સ્ટાફ સાથે ઉપરોકત કામગીરી કરવામાં આવી હતી. ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજરોજ વોર્ડ નં.1ર માં ફોરચ્યુન હોટલમાં અલગ અલગ ટીપી સ્કીમના પ્લોટ પર થયેલા ત્રણ ડેલા, 14 ઓરડી, 8 કેબીન તેમજ ર સેન્ટ્રીંગના ડેલા સહિતના દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને મહાનગરપાલીકાની કબ્જાવાળી આશરે 7806 ચો.મી. જગ્યા ખુલ્લી કરાઇ હતી જેની કિંમત 97.પ7 કરોડ રૂપિયા થવા જાય છે તેમ ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતું. (તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા)