આજની પ્રાર્થના

માલ શોધે છે માલિકને
મારું મન તારા પ્રેમથી રંગાઇ ગયું છે,
ભીંજાઇ ગયું છે.
તારામાં હું ખોવાઇ ગયો છું.
તારી પાછળ હું પાગલ બન્યો છું.
ગાંડો-ઘેલો થયો છું.
દીવાનો થયો છું,
મસ્તાનો બન્યો છું. તારો ચાહક થયો છું.
બસ તું મને મળ, જલ્દી મળ.
ઓ કરૂણાનિધિ !
તારી પાવન પધરામણી માટે તું કહે તે
પૂર્વ-તૈયારી કરવા હું તત્પર છું. - પૂજ્ય યશોવિજયસૂરિ (ક્રમશ:)