જુનાગઢમાં માનવ કલ્યાણ યોજના હેઠળ ગરીબ કારીગરોને કરાશે સાધન સહાય

બાગાયત ખાતાની વિવિધ સહાય યોજના અંતર્ગત અરજી કરવા બાબતે જૂનાગઢ તા.17,
ગરીબ ઘરના કુશળતા ધરાવતા વ્યક્તિને તેમની કૈાશલ્યતા મુજબ સાધન સહાય મળી રહે અને હાથના હુન્નર કલાના કામણ પાથરી આવક ઊભી કરી શકે છે.તે માટે આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્વેરોજગાર ઉભા કરવા માટે વધારાના ઓજારો, સાધનો રાજય સરકારની માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવે છે
આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યંકિતઓ, કારીગરો જેવા 79 ટ્રેડમાં નાના કદના વેપાર ધંધા કરવા સમાજના નબળા વર્ગોનાં લોકો કે જેની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.47000 અને શહેરી વિસ્તાંર માટે રૂ.68000ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યવસાય માટે જરૂરી સાધન, ઓજાર સહાય રૂ.5000ની મર્યાદામાં આપવામાં આવે છે.
લાભ લેવા માંગતા ગ્રામ્ય વિસ્તારનાં લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખા નીચેની યાદીમાં તથા શહેરી વિસ્તારમાં અરજદારનાં કુટુંબની વાર્ષિક આવક રૂા. 68 હજારથી વધુ ના હોય તે અંગેનો મામલતદારશ્રીનો અથવા નગરપાલીકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં અધીકૃત અધીકારીનો આવકોનો દાખલો રજુ કરવાનો રહેશે. આ યોજના અંતર્ગત લાભાર્થીને રૂા. 5 હજારની મર્યાદામાં સાધન ઓજારોના સ્વરૂપે સહાય અપાય છે.
બાગાયત ખાતાની સહાય યોજના
જૂનાગઢ જિલ્લામાં સામાન્ય તથા અનુસચિત જાતિના બાગાયતદારો માટે બાગાયત ખાતા દ્વારા વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત ફળજાડ વાવેતર, શાકભાજી, ફુલપાક, મધમાખી ઉછેર, ગ્રીન હાઉસ, નેટ હાઉસ, નર્સરી, મલ્ચીંગ, પાવર ટીલર, પ્રોસેસીંગ યુનીટ, ડ્રીપ ઈરીગેશન, માટે પાણીના ટાંકા, પાક સંરક્ષણ માટેના સાધનો, પ્લાસ્ટીક ક્રેટસ, તાલપત્રી વિગેરેમાં સહાય આપવામાં આવે છે. આ યોજનાની વિવીધ અરજીઓ મેળવવા માટે સરકાર દ્વારા ઓનલાઇન આઇ.ખેડુત વેબસાઇટ ઓપન કરવામાં આવેલ છે. આ યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડુતો તા. 5મી મે 2018 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે.
ગુમ થયેલ છે.
માણાવદર તાલુકાનાં નાકરા ગામનાં મનસુખભાઇ કરમશીભાઇ ઠુમર કે જેની ઉમર 40 વર્ષની છે. તે આજથી છ એક માસ અગાઉ નાકરા ગામેથી તેઓની વાડીએથી ગુમ થયા છે. ગૃહકલેશનાં કારણે ઘરેથી ક્યાંક જતા રહેલ મનસુખભાઇ કરમશીભાઇ ઠુમરની જો કોઇને ભાળ મળે તો માણાવદર પોલીસને ફોન નંબર 02874 221770 અથવા 9723193908 અથવા 96241 19194 ઉપર જાણ કરવા જણાવાયું છે.