મેક્સિકો યુનિ.ના સ્પાઈડરમેન પ્રોફેસર!

શાળામાં બાળકો સુપર હીરોનો ડ્રેસ પહેરીને આવે છે, એ તો સમજાય પણ જો શિક્ષકો પણ ફેન્સી ડ્રેસ પહેરીને આવે તો આ એક નવાઈની વાત છે. પણ આ વાત સાચી છે. નેશનલ ઓટોનોમસ યુનિવર્સિટી ઓફ મેક્સિકોના ફેકલ્ટી ઓફ સાયન્સમાં એક શિક્ષક રોજ સ્પાઈડરમેનનો ડ્રેસ પહેરીને શાળાએ આવે છે. પહેલા તો તેમણે કંઈક નવું કરવાના ઇરાદાથી આ બધું કર્યું હતું.
આ પ્રયોગથી યુનિવર્સિટીને પણ ખૂબ સારો પ્રતિભાવ મળવા લાગ્યો તો તેમણે આ શિક્ષક પરમિશન આપી દીધી કે તે આ રીતે સુપર હીરોના કપડામાં આવી શકે છે. આ શિક્ષકનું નામ મોઈજેજ વાસ્કવેજ છે. તેમના અંદાજને કારણે તેમનું નામ સ્પાઈડર મોય પડી ગયું છે. તેમના શહેરમાં તેમનું સ્ટેટસ કોઈ સેલિબ્રિટિથી ઓછું નથી. જ્યાંથી તેઓ પણ નીકળે છે લોકો સેલ્ફી લેવા માટે ઊભા રહી જાય છે.
તેમણે જણાવ્યું હતું કે તેઓ બાળપણમાં સ્પાઈડરમેનના ફેન હતા અને ફક્ત આ કારણને લીધે જ તેઓ આ રીતના કપડા પહેરવા લાગ્યા, પણ હવે આ જ એમની ઓળખ બની ગઈ છે. તેઓ કોઈ પણ ઇન્ટર્વ્યૂમાં પોતાનો ચહેરો બતાવતા નથી કારણ કે આ બાબતમાં પણ તેઓ સ્પાઈડરમેનને ફોલો કરે છે.