જૂનાગઢમાં મ્યુઝિક કંપનીની મનમાની સામે ફોટોગ્રાફરો લાલઘૂમ

મૌન રેલી કાઢી રોષ વ્યક્ત કર્યો
જૂનાગઢ,તા.17
સૌરાષ્ટ્ર કચ્છના ફોટોગ્રાફરો વીડિયોગ્રાફી ઉપર ખાનગી મ્યુઝીક કંપનીઓએ આચરેલા અત્યાચારના વિરોધમાં જૂનાગઢ જિલ્લા તેમજ તાલુકાના ફોટો-વીડિયોગ્રાફર આજે મૌન રેલી કાઢી હતી આ રેલીમાં ધાર્મિક સામાજીક કાર્યક્રમોનું કવરેજ કરતા લોકો જોડાયા હતા. વીડિયોગ્રાફરો પોતાના ધાર્મિક કાર્યક્રમોના વીડિયો ફૂટેજના ધોંધાટ દબાવવા હિન્દી ગીતોના ઉપયોગ કરતા હોય છે. જો કે આ અંગે મુંબઇની ખાનગી મ્યુઝીકકંપનીએ સૌરાષ્ટ્ર-કચ્છના ફોટોગ્રાફર-વીડિયોગ્રાફર ઉપર કોપીરાઇટ હેઠળ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી અને તેઓના સાધનો છીનવી લીધા હતા. જેથી આ ભોગ બનેલા ફોટોગ્રાફર-વીડિયોગ્રાફરના સાધનો છીનવી લેવાથી તેઓ બેરોજગાર બન્યા કે મ્યુઝીક કોપીરાઇટમાં આવતા નથી. છતાં પણ આ ખાનગી કંપની લાયસન્સ લેવાની ફરજ પાડી વર્ષે 15000 હજાર ચુકવવા-દબાણ કરી રહી છે.