જૂનાગઢમાં યુવતીને પરાણે લગ્ન કરવાનું દબાણ કરી પજવણી કરતો રોમિયો

જોશીપુરામાં ગાઠિયા ખાઈ પૈસા માગતા વેપારીને ધારિયું ફટકાર્યું
જૂનાગઢ તા,17
જૂનાગઢ શહેરમાં રોમીયાઓ બેફામ બન્યા છે. બાપના રૂપિયા પેધીને પોઠિયા બનેલા આ લોકો સીન સપાટા કરી ગભરૂ અને નાદાન સગીરા અને યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવા અનેક પેતરા કરી રહ્યા હોવાની વાત છે ત્યારે શહેરનો કામદાર સોસાયટીમાં રહેતા એક યુવકે છેલ્લા 5 વર્ષથી મીત્રતા રાખવા તથા લગ્નનું દબાણ કરી યુવતીને પરેશાન કરતો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યા છે.
શહેરના કામદાર સોસાયટીમાં રહેતો પીનાક મહેશભાઈ ચૌહાણ નામનો યુવાન છેલ્લા પાંચ વર્ષથી શહેરના કુંભારવાડામાં રહેતી 21 વર્ષીય યુવતિને મીત્રતા રાખવા તથા લગ્ન કરવાનું દબાણ કરી ફરિયાદી યુવતીને દબાણ કરી ફરિયાદી યુવતીને દબાણ કરી યુવતીના તથા તેણીના સાહેદના ઘરે અવાર-નવાર જઈ યુવતીના પપ્પાને ફોનથી ધમકીઓ આપી યુવતીનો પીછો કરી હેરાન કરી મારી નાખવાની ધમકી આપતો હોવાનો બનાવ પોલીસ દફતરી ચડ્યો હતો.
ધારિયું માર્યું
જૂનાગઢના જોશીપુરા નંદનવન રોડ ઉપર રહેતા વૃંદાવન હરજીવન વ્યાણી રાજાણી બાપુનગર ચોકમાં ગાંઠિયાની રેકડી રાખી ગુજરાન ચલાવે છે ત્યારે વાલ્મીકી વિસ્તારમાં રહેતા અતુલ ઉર્ફે મોન્ટી નામનો શખ્સ વૃંદાવનભાઈની રેકડીએ જઈ ગાંઠિયા લઈ જઈ પૈસા ન આપતા ગાઠિયાના વેપારીએ અતુલ પાસે રૂપિયા આપવાનું કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. લોખંડના ધારિયા વડે હુમલો કરી ઈજાઓ કરી દેતા ચકચાર મચી જવા પામી હતી.
ધમકી
શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા જાવીદભાઈ દાદાભાઈ શેખને તું મારી ચાડી કેમ કરે છે તેમ કહી આરીફ ઉર્ફે કાગો નામના શખ્સે લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાટવાના મુકેશ ચુનીલાલ પરમારે ગાળો બોલવાની ના પાડતા પ્રકાશભાઈ રાજુભાઈએ ઉશકેરાઈ જઈ લાકડીના બડીકા વડે માર માર્યો હતો.