જૂનાગઢમાં શિક્ષકના ડોકયુમેન્ટ ઉપર બારોબાર 89 હજારની લોન લઈ લીધી

રાજકોટની ફાઇનાન્સ પેઢીમાંથી લોનના હપ્તા કપાયાના મેસેજ મળતા ભોપાળુ ખુલ્યું
જૂનાગઢ, તા. 17
જૂનાગઢના એક વ્યકિતના જરૂરી ડોકયુમેન્ટ ગમે તેમ કરી મેળવી લઈ રાજકોટમાંથી ફાઈનાન્સ ઉપર રૂા.89846ની કિંમતના મોબાઈલ તથા એસેસરીઝ મેળવી લઈ બજાજ કંપનીના કોઈ કર્મચારી કે અન્ય કોઈએ બેંક ખાતામાંથી લોનના હપ્તા કાપી વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાવા પામ્યો છે.
ધનજીભાઈ નથુભાઈ જેઠવાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે તેમના ડોકયુમેન્ટ જેવા કે આધારકાર્ડ, પાન કાર્ડ તથા બેંક પાસ બુકની ઝેરોક્ષ નકલ ઓન લાઈન અથવા તો કોઈ પણ રીતે આરોપીએ મેળવી અને રાજકોટ બજાજ ફાયનાન્સ ઓફિસમાં મોબાઈલ ફોનની લોન લેવા માટે લોનના ફોર્મ ભરી તેમાં ધનજીભાઈની ખોટી અને બનાવટી સહી કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ફરીયાદીના નામે રૂા.89,846 ની લોન લઈ કોર મોબાઈલ રાજકોટમાંથી મોબાઈલ ફોન તથા એસેસરી તથા બીજી કોઈ વસ્તુ ખરીદવા બજાજ કંપનીના કોઈ કર્મચારી કે અન્ય કોઈએ ફરીયાદી ધનજીભાઈના જુનાગઢના એસબીઆઈ બેન્કના ખાતામાંથી લોનનો હપ્તો કાપી વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાથી રાજકોટના બજાજ ફાયનાન્સના જવાબદાર કર્મચારી તપાસમાં જે ખુલે તેની સામે ફરીયાદ નોંધાવી હતી.
ગાયની ચોરી
માખીયાણા ગામની રૂા.60 હજારની કિંમતની ગીર ગાય ઓરડીમાં બાંધેલ હતી જેને કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયાની રમેશભાઈ વલ્લભભાઈ ગજેરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મારામારી
બિલખામાં છેલ્લા ઘણા સમયથી બે જ્ઞાતી વચ્ચે કોઈ ઝઘડો ચાલુ હોય જેમાં નવસાબેગ નજીર બેગ મીરજા ઉ.વ.19 ને એક જ્ઞાતી સાથે બોલવા ચાલવાનો વ્યવહાર હોય જેનો ખાર રાખી વસીમ માલવીયા તથા મુસ્તફા માલવીયાએ બિલખાની આંબલીશેરીમા લાકડી અને ઢીકાપાટુનો માર મારવા લાગતા નવસાદબેગ ત્યાંથી ભાગી છુટયો હતો પરંતુ તેમની પાછળ બંન્ને આરોપીએ પીછો કરી બસ સ્ટેન્ડ પાસે પહોંચી જઈ ફરીયાદીના પીઠના ભાગે તલવારના ઘા મારી દેતા નવસાદબેગ ગંભીર રીતે
ઘવાયો હતો.