તલાટીની ભરતી માટે દરેક ગ્રામપંચાયતને 1 લાખની ગ્રાન્ટ

મહેસૂલ વિભાગ દ્વારા 1800 જગ્યાની ભરતી પ્રક્રિયાને આખરી ઓપ : અનામતનાં ધારાધોરણો પ્રમાણે જ હાથ ધરાશે ભરતી રાજકોટ તા.17
રાજ્ય સરકાર દ્વારા બે ગામ દીઠ એક તલાટીની ભરતીને સરકારે લીલી ઝંડી આપી દીધી છે. ભરતી પ્રક્રિયાએ આખરી ઓપ આપી રાજ્ય સરકારનાં મહેસુલ વિભાગે પરીપત્ર જાહેર કરી સૈધ્ધાંતિક મંજુરી આપી દીધી છે. કુલ 1800 જેટલી જગ્યાઓ ઉભી કરી તેના પર ભરતી થશે. મહેસુલ વિભાગે ભરતી માટે કરેલા ઠરાવમાં 13 જેટલાઓ મુદ્દાઓ સમાવિષ્ટ કરવામાં આવી છે. આ માટે દરેક ગ્રામ પંચાયત દીઠ રૂા.1 લાખની ગ્રાંટ ફાળવવામાં આવી છે.
ઉપરાંત ભરતી અનામતનાં ધારાધોરણો પ્રમાણે જ કરવા તથા બેકલોગની જગ્યા હોય તો અગ્રીમતા આપવા ઠરાવ થયા છે.
સરકારે ભરતી અંગે જાહેર કરેલા દિશા નિર્દેશ પ્રમાણે સરકારની કાળજીપૂર્વકની વિચારણાને અંતે મહેસુલ વિભાગ હેઠળ મહેસુલી તલાટી વર્ગ 3ની 1800 નવી જગ્યાઓ ઊભી કરવાની રૂા.100000ની આ મંજુરી અન્વયે કરવાનો થતો ખર્ચ નાણાકીય વર્ષ ર018-19ની અંદાજપત્રીય જોગવાઇને આધિન અને નાણા વિભાગ દ્વારા વખતોવખત ફાળવવામાં આવતી ગ્રાંટની મર્યાદામાં કરવાનો રહેશે.
આ અંગેનું ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતોવખત લાગુ પડતા ઠરાવો/પરિપત્રો/નિયમોની જોગવાઇઓ મુજબ નિયત પધ્ધતિથી કરવાનું રહેશે.
આ મંજુરી અન્વયે ફાળવેલ ગ્રાંટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહી. બચત રહેતી રકમ વર્ષે આખરે સરન્ડર કરવાની રહેશે.
આ મંજુરી અન્વયે કરવાના થતાં ખર્ચ અંગે નાણાકીય ઔચિત્યના સિધ્ધાંતોનો અમલ કરવાનો રહેશે.
વર્ગ-3 ની જગ્યાઓ ભરતી નિયમોની જોગવાઇ મુજબ જો બઢતીના ફાળે આવતી હોય તો તે પ્રમાણે અને જો સીધી ભરતીના ફાળે આવતી હોય તો નાણાં વિભાગના તા.16/ર અને સામાન્ય વહીવટ વિભાગના તા.4/6 ના ઠરાવથી અમલી બનેલ ફીકસ પગારની નીતિ અને તેમાં વખતોવખત થયેલ સુધારાઓની જોગવાઇઓ પ્રમાણે ભરવાની રહેશે.
સીધી ભરતીથી નિમણુંક પામનાર ઉમેદવારને નિયમિત નિમણુંક મળ્યા બાદ નાણાં વિભાગના તા.18/3 ના ઠરાવ ક્રમાંક નપન/ર003/જીઓઆઇ/10(પા.ફા.)ની જોગવાઇ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા તા.1/4/ર00પ થી દાખલ કરવામાં આવેલ નથી વર્ધીત પેન્શન યોજના તેમજ તે અંગેના વખતોવખત થયેલ સુધારા લાગુ પાડવાના રહેશે.
આ જગ્યાઓ ઉપરની ભરતી સરકારના જે તે જગ્યાના પ્રવર્તમાન ભરતી નિયમો અને નિયત ભરતી પધ્ધતિને અનુસરીને કરવાની રહેશે.
કોમ્પ્યુટરની જાણકારી માટે પ્રવર્તમાન ભરતી નિયમોનુસાર ઉમેદવાર નિયત થયેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ/લાયકાત ધરાવતા હોવા જોઇએ.
રાજય સરકાર દ્વારા વખતોવખત નિયત કાર્યભારણનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
નવી મંજુર કરેલ જગ્યાઓ જે તે નાણાકીય વર્ષના અંત સુધી ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવે છે. ત્યારબાદ જગ્યાઓ વખતોવખત ચાલુ રાખવાની થાય તો વિભાગે જગ્યાઓ લંબાવવાની દરખાસ્તની મુદ્દત પુરી થતાં પહેલાના એક માસ અગાઉ નાણાંકીય સલાહકારને રજુ કરી જગ્યાઓ વધુ સમય માટે ચાલુ રાખવાની મંજુરી મેળવી લેવાની રહેશે.
આ અંગેનો ખર્ચ સને ર018-19 ના વર્ષની બજેટ જોગવાઇને આધિક સરકાર દ્વારા વખતોવખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં નીચે દર્શાવેલ સદરે ઉધારવાનો રહેશે.