‘ખૂન કા બદલા ખૂન’ જેવા ઝનૂનમાં સાળાના પુત્રને ઉઠાવી જવા પ્રયાસ

માંગરોળના માનખેત્રામાં પત્ની-પુત્રીની હત્યાથી વ્યથિત પતિ પર ગુસ્સો સવાર શાપુર જઈ સાળાના પુત્રને ઉપાડયો, લોકોએ છોડાવી લેતાં છરીની અણીએ ધમકી આપી: ‘હાથ આવે એટલે મારી નાખીશ’
જુનાગઢ, તા. 17
તાજેતરમાં માંગરોળના માનખેગિમે પરણીતા તથા તેમના બાળકોની થયેલી હત્યાના બનાવ બાદ મરણજનાર પરણીતાના પતિએ તેમના સાળાઓ પરશંકા રાખી આ કેસમાં સાસરા પક્ષને સંડોવી દેવાના ઈરાદે સાળાના દીકરાનું આકરણ કરવાની કોશીષ કરી હતી. દીકરાને છોડવી લેતા આરોપીએ છરી બતાવી તારા દીકરાને ઉપાડી જઈ મારી નાખીશ એવી ધમકી આપતા આ બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી.
ગત તા.1-11-17 ના રોજ માંગરોળના માનખેત્રા ગામની સીમમાં રહેતા દેવરાજભાઈ સોમાભાઈ ગોહેલની પત્ની શારદાબેન તથા તેમના બાળકોને મહેન્દ્ર ઉર્ફે જીકો દેવાએ મારી નાખેલ હોવાની પોલીસમાં ફરીયાદ નોધાવા પામી હતી પરંતુ મરણ જનાર પરિણીતાના પતિ દેવરાજ ગોહેલને તેના સસરા પણ તરફ શંકા હોવાથી આ ખુન કેસમાં માંગરોળ શાપુર ખાતે રહેતા તેમના સાસરીયા પક્ષના સાળી તથા જમનાબેન ગોવિંદભાઈ માકડીયાના ઘરે દેવરાજ ગોહિલ પહોચી ગયેલ અને સાસરીયા પક્ષને કેસમાં સંડોવી દેવાના ઈરાદે જમનાબેનના 15 વર્ષીય પુત્ર રાહુલનું બાવડુ પકડી પોતાની મોટર સાયકલ ઉપર મારી નાખવાના ઈરાદે ઉપાડી જતા આસપાસના માણસો અને સાહેદો ભેગા થઈ જતા રાહુલને છોડાવી લીધો પણ પાછો તારો દિકરો રાહુલ હાથમાં આવશે ત્યારે તેને ઉપાડીને લઈ જઈશ અને જાનથી મારી નાખીશ એવી ધમકી આપતાં આ બાબતે ફરીયાદી જમનાબેન સુરેશભાઈ મકડીયાએ માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઈ સી.એમ.ગમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.
જુનાગઢમાં મહિલાની મારપીટ
જુનાગઢના કડીયાવાડમાં રહેતા વનીતાબેન મુકેશભાઈ વધેરા ઉ.વ.36 ના ઘરમાં સંજય ભરાડીયા નામનો શખ્સ રાત્રીના સમયે ઘરમાં ઘુસી ગયો હતો અને ભુંડી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી અને આરોપીએ તેના હાથમાં રહેલ છરી ફરીયાદી મહિલા વનીતાબેનને મારવા છતા મહિલાના હાથના કાંડા પાસે ચરકો થઈ જતા ઈજાઓ પહોંચી હતી.