ટેડ ટોક શોની ત્રણ નવી સીઝનને હોસ્ટ કરશે શાહરુખ ખાન

મુંબઇ તા.17
વર્ષ 2017માં શાહરુખ ખાન એક હટ કે ચેટ શો દર્શકો સમક્ષ લાવ્યો હતો. આ શોને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. ટેડ ટોક શોમાં વિવિધ ક્ષેત્રોથી આવેલી વ્યકિતઓ પોતાના ક્ષેત્ર અને પોતાની કારકિર્દીમાં સફળતા કઇ રીતે મળી તેના વિશે દર્શકો સમક્ષ રજૂ કરતા હતા. શાહરુખ ખાન આ શોની બેક ટુ બેક ત્રણ સિઝન સાથે ટીવી પર જોવા મળવાનો છે. માત્ર અડધો કલાકના આ શોમાં શાહરુખ ખાન અનેક નામાંકિત વ્યકિતઓને શો પર બોલાવી તેમના વિચારો દુનિયા સમક્ષ રજૂ કરે છે. દર્શકોને આ શો ખૂબ જ પસંદ પડયા બાદ આ વર્ષથી તેની બેક ટુ બેક ત્રણ સિઝન શરૂ થવાની છે.