ધોનીનું રિયલ શૂટિંગ

નવી દિલ્હી તા.17
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ મેદાન પર પોતાના શૂઝબૂઝ અને કેપ્ટન કુલ માટે ઘણા પ્રખ્યાત છે. પરંતુ હાલમાં તેઓ નવા જ અવતારમાં જોવા મળ્યા હતા. હાલમાં ધોનીનો શુટીંગ કરતો વિડીયો ટવીટર અપલોડ કર્યો છે જેને લોકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયોમાં ધોની એક ફાયર કરતો જોવા મળી રહ્યો છે. વિડીયો ટવીટ કરતા ધોનીએ લખ્યું છે કે એડના શુટીંગ કરતાં વધુ મજા રીયલ શુટીંગ કરવામાં આવે છે. 30 સેકેન્ડના આ વિડીયોમાં ધોની 15 ફાયર કરે છે જેમાંથી કેટલીક ફાયર નિશાન પર લાગે છે તો કેટલીક નિશાનો ચુકી પણ રહી છે ધોનીનો આ નવો અંદાઝમાં પણ અદભુત લાગી રહ્યો છે. ધોની હાલમાં આઈપીએલની મેચોના કારણે ઘણો વ્યસ્ત છે તેમાં પણ હાલમાં સીએસકેની મેચો પૂર્ણ ટ્રાન્સફર થવાથી ખેલાડીઓએ પણ ચેન્નાઈ માટે દુ:ખ વ્યકત કર્યુ હતું. ધોનીએ હાલમાં પોતાનો શોખ પૂર્ણ કરવા માટે તમામ વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને નિશાનેબાજી કરી હતી. ધોનીને હંમેશા નવા સાહસિક પરાક્રમ કરતા જોવા મળ્યો છે ધોની બાઈક પ્રેમ અને ઘોડેસવારી કરતો જોવા મળ્યો છે આ ઉપરાંત તેણે અગાઉ સ્કાય ડ્રાઈવીંગ પણ કરી હતી.