IPL: દિલ્હી ડેરડેવિલ્સ સામે કોલકત્તાનો 71 રને વિજય

  • IPL: દિલ્હી ડેરડેવિલ્સ સામે  કોલકત્તાનો 71 રને વિજય

201 રનના ટાર્ગેટ સામે દિલ્હી 129 રનમાં ઢેર: મેકસવેલ અને રિષભ પંત સિવાયનો કોઇ બેટધર બે આંકડે પહોંચ્યો નહીં
કોલકતા તા.17
કોલકાતા નાઇટ રાઇડર્સે નીતીશ રાણા અને રસેલની વિસ્ફોટક બેટિંગ બાદ સુનીલ નારાયણ અને કુલદીપ યાદવની વેધક બોલિંગના સહારે દિલ્હી ડેરડેવિલ્સને 71 રને પરાજય આપ્યો હતો. કોલકાતા નાઇટરાઇડર્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવી 200 રન બનાવ્યા હતા જેના જવાબમાં દિલ્હી ડેરડેવિલ્સ ટીમ 14.2 ઓવરમાં 129 રન બનાવી આઉટ થઈ ગઈ હતી.
201 રનના લક્ષ્યાંક સામે દિલ્હીએ 24 રના સ્કોરે ટોચની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પંત અને મેક્સવેલે ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પંત 43 રન બનાવી આઉટ થયા બાદ તેવટિયા ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. મેક્સેવેલે હાથ ખોલવાનો પ્રયાસ કરતાં 47 રન બનાવ્યા હતા પરંતુ કુલદીપે તેને આઉટ કરી કોલકાતાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. તે પછી નારાયણે મોરિસ, શંકર અને શમીને આઉટ કર્યો હતો જ્યારે કુલદીપે બોલ્ટને આઉટ કરી કોલકાતાને વિજય અપાવ્યો હતો.
આ પૂર્વે દિલ્હી ડેરડેવિલ્સ ટીમે નીતિશ રાણેના પ9, આન્દ્રે રસેલના 41 અને રોબિન ઉથપ્પાના 3પ રનની મદદથી ર0 ઓવરમાં 9 વિકેટે ર00 રનનો પડકારરૂપ જુમલો ખડો કર્યો હતો. કોલકતાવાળી બોલીંગમાં રાહુલ તવેટીયાએ સર્વાધિક ત્રણ વિકેટ, ક્રિસ મોરિસ અને બોલ્ટે બબ્બે વિકેટ ઝડપી હતી.