પગારદારો પર દેખાશે GSTની માઠી અસર

જીએસટીનો બોજ ‘હળવો’ કરવા કંપનીઓ સેલેરી સ્ટ્રકચર રિવાઈઝ કરી શકે છે
નવીદિલ્હીતા,17
જીએસટીની અસર તમારી સેલેરી પર પણ ટુંક સમયમાં જોવા મળી શકે છે. કંપનીઓને વધુ ૠજઝનો સામનો ન કરવો પડે તે માટે તેમના કર્મચારીઓનું સેલેરી સ્ટ્રક્ચર રીવાઈઝ કરી શકે છે. જેની અસર તમારા પગાર ઉપરાંતના ભથ્થા પર પણ પડી શકે છે.
અહેવાલો મુજબ કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓને આપવામાં આવતા વળતર અથવા ઘરભાડા, ટેલિફોન બિલ વગેરેમાં એક ચોક્કસ લિમિટ બાદ, વધુ કવરેજ માટે મેડિકલ પ્રીમિયમ્સ, હેલ્થ ચેકઅપ્સ, ટ્રાન્સપોર્ટેશન, જીમ યુઝ, યુનિફોર્મ્સ અથવા આઈડેન્ટિટી કાર્ડને રીઇશ્યુ કરવા બાબતે પણ જીએસટી લાગી શકે છે.
ટેક્સ એક્સપર્ટે કંપનીઓને સલાહ આપી છે કે તેમના ઇંછ ડિપાર્ટમેન્ટે ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગ્સ(એએઆર) દ્વારા આપવામાં આવતા નિર્ણયોને ધ્યાને રાખી આ તમામ બાબતે બારીકાઈથી નિરીક્ષણ કરવું જોઇએ નહીંતર કંપનીએ વધુ ટેક્સ ભરવો પડી શેક છે. ખાસ કરીને તાજેતરમાં અઅછ દ્વારા આપવામાં આવેલ કેન્ટીન ચાર્જીસ અંગેના નિર્ણય લઇને બીજા મામલે પણ સાવધાન રહેવા સલાહ અપાઈ રહી છે. તાજેતરમાં અઅછએ જાહેર કર્યું હતું કે કર્મચારીઓ પાસેથી વસૂલવામાં આવેલ કેન્ટીન ચાર્જીસ જીએસટી અંતર્ગત ટેક્સેબલ ગણાશે.