રાજકોટ ડિવિઝનમાં 63મા રેલવે સપ્તાહની ઉજવણી

પ્રશંસનીય કામગીરી બદલ 73 કર્મચારી અને 19 ગૃપનું કરાયું સન્માન
રાજકોટ તા.17
રાજકોટ રેલવે ડિવીઝને 63માં રેલવે સપ્તાહની ઉજવણી કરી હતી. અને પ્રશંસા પાત્ર કામગીરી કરનારા 73 કર્મચારીઓ અને 19 ગૃપનું સન્માન કરાયુ હતુ.
રાજકોટ રેલ્વે ડિવીઝને 63માં રેલ્વે સપ્તાહની ડીઆરએમ પી.બી. નિનાવે ના અઘ્યક્ષ સ્થાને ઉજવણી કરી હતી. આ પ્રસંગે રાજકોટ ડી.આર.એમ. દ્વારા 73 કર્મચારીઓને સર્ટીફીકેટ, મેડલ અને રોડક પુરસ્કાર તથા 19 ગૃપ એવોર્ડ આપી પ્રશંસા પાત્ર કામગીરી કરવા બદલ સન્માનીત કરાયા હતા. આ તકે ડીઆરએમ પી.બી. નીનાવેએ પ્રશંસનીય કામગીરી કરનાર તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે પ્રેસીડેન્ટ ઓફ વેસ્ટર્ન રેલ્વે વુમન્સ સોશ્યલ સર્વીસ કમિટીના ભારતી નીનાવે, એડીઆરએમ, એસ.એસ.યાદવ, રવીન્દ્ર શ્રીવાસ્તવ, આર.કે.ઉપાઘ્યાય સહીતના ઉપસ્થિત રહ્યા હતા.